Weather Analysis : લો પ્રેશર સિસ્ટમ ગુજરાતમાં લાવશે વરસાદ, જાણો વરસાદને લઈ શું કરાઈ છે આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-12 16:41:33

સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં વરસાદની સારી બેટિંગ જોવા મળી રહી છે. ઓગસ્ટ મહિનાની જેમ સપ્ટેમ્બર મહિનાએ ખેડૂતોને દુખી નથી કર્યા. સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં વરસાદની મહેર જોવા મળી રહી છે. રાજ્યના અનેક ભાગોમાં વરસાદની પધરામણી થઈ છે. ગુજરાતના કેટલાય ભાગોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગામી દિવસો પણ વરસાદી માહોલ જામશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે. 



ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી જામ્યો છે વરસાદી માહોલ 

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત તો ધમાકેદાર થઈ હતી. જૂન જુલાઈ મહિના દરમિયાન વરસાદે સારી બેટિંગ પણ કરી હતી પરંતુ ઓગસ્ટ મહિનાએ દગો આપી દીધો. ઓગસ્ટ મહિનો એકદમ કોરો સાબિત થયો છે. રાજ્યના અનેક ભાગોમાં જ છુટો છવાયો વરસાદ નોંધાયો હતો ત્યારે સપ્ટેમ્બર મહિનામાં ફરી એક વખત વરસાદી મોસમ એક્ટિવ થઈ છે. છેલ્લા થોડા દિવસોથી ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસ્યો હતો. 



આ ભાગોમાં વરસી શકે છે વરસાદ 

બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ફરી એક વખત વરસાદી રાઉન્ડ જામશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. લો પ્રેશર સિસ્ટમ સર્જાવાને કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે તેવી સંભાવના છે. તે ઉપરાંત કચ્છમાં પણ સારો વરસાદ વરસવાની સંભાવના છે. 



ગુજરાતમાં આ તારીખથી ફરી જામશે વરસાદી માહોલ 

17 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે. આ વખતે જે સિસ્ટમ સક્રિય થશે તેની અસર 24 સપ્ટેમ્બર સુધી ગુજરાતના હવામાન પર વર્તાશે. દક્ષિણ ગુજરાત તેમજ પૂર્વ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે. વલસાડ, ડાંગ, ભરૂચ, મહિસાગર, પંચમહાલ, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં વરસાદ ખાબકી શકે છે તેવી આગાહી કરવામાં આવી  છે. 



અમદાવાદમાં છવાયેલું રાખશે વાદળછાયું વાતાવરણ

આગામી પાંચ દિવસ રાજ્યમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. સુરતના અનેક ભાગોમાં છુટોછવાયો વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે.    


વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આ આગાહી  

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે. તેમની આગાહી મુજબ 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે. એવી પણ આગાહી કરી કે હવાના હળવા દબાણને કારણે ઓક્ટોબરમાં વાવાઝોડાની અસર સર્જાશે.17 ઓક્ટોબરના સમુદ્રમાં ભારે પવન ફૂકાશે અને નવરાત્રીમાં વાદળ છાયું વાતાવરણ રહેશે અને વરસાદની પણ સંભાવનાઓ છે. નવરાત્રીમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેને કારણે ખેલૈયાઓની ચિંતા વધી છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...