Weather Analysis : આ તારીખો બાદ મેઘરાજા Gujaratમાં ધબધબાટી બોલાવશે! જાણો વરસાદને લઈ Ambalal Patelએ શું કરી આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-14 13:30:12

ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. મેઘરાજા ફરી ધબધબાટી બોલાવા માટે તૈયાર હોય તેવું લાગી રહ્યું છે. કોઈ જગ્યાઓ પર ભારે વરસાદ વરસી રહ્યો છે તો કોઈ જગ્યા પર ધીમો વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસો દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે. 17 તારીખ બાદ ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવશે તેવી આગાહી કરાઈ છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.


સપ્ટેમ્બરમાં આવેલા વરસાદને કારણે ખેડૂતોના જીવમાં જીવ આવ્યો 

ચોમાસાની શરૂઆત તો ગુજરાતમાં ધમાકેદાર થઈ હતી. જુન તેમજ જુલાઈમાં વરસાદ સારો વરસ્યો હતો પરંતુ ઓગસ્ટ મહિનામાં વરસાદે વિરામ લીધો હતો. વરસાદ ન થવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. શરૂઆતમાં સારો વરસાદ વરસ્યો હતો જેને લઈ ખેડૂતોએ વાવણી કરી દીધી હતી અને સારો પાક થશે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા હતા. પરંતુ ઓગસ્ટ મહિનો કોરોકટ સાબિત થયો હતો જેને કારણે ખેડૂતોની ચિંતામાં સતત વધારો થયો હતો. પાક નિષ્ફળ જશે તેનો ડર જગતના તાતને સતાવી રહ્યો હતો. પરંતુ સપ્ટેમ્બર મહિનામાં વરસાદની મહેર જોવા મળી રહી છે. ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. 


આ તારીખો દરમિયાન ગુજરાતમાં જામશે વરસાદી માહોલ 

બંગાળની ખાડીમાં જ્યારે લો પ્રેશર સર્જાય છે ત્યારે ત્યારે ગુજરાતમાં વરસાદ આવે છે. વરસાદની સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેને કારણે ફરી એક વખત ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસવાનો છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવતી કાલથી આગામી પાંચ દિવસો દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, તાપી, વલસાડ, દાહોદ, મહિસાગર સહિતના ભાગોમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.



17 તારીખ બાદ ગુજરાતમાં આવશે મેઘસવારી 

17 તારીખ બાદ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. 16 તારીખની વાત કરીએ તો આ તારીખે છોટાઉદેપુર, સુરત,ડાંગ, નવસારી, વલસાજ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ સહિતના ભાગોમાં વરસાદની સંભાવના છે જ્યારે 17 તારીખે અમદાવાદ સહિત આ વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ વરસશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી  છે. આગામી ચાર દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 


અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી આ આગાહી 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે સપ્ટેમ્બરના બાકી રહેલા દિવસોમાં વરસાદી માહોલ જોવા મળશે. અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી દિવસો દરમિયાન જૂનાગઢ, પોરબંદર,ડાંગ, નવસારી, વિસાવદર, ગોધરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. તે ઉપરાંત આણંદ, ખેડા,વડોદરા, છોટા ઉદેપુર, નડીયાદ, થરાદ સહિતના ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. પાલનપુર, થરાદ, ભૂજ, બાયડ, પાટણ સહિતના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી શકે છે. 


પરેશ ગોસ્વામીએ કહ્યું કે વરસાદનો રાઉન્ડ હજી બાકી છે!

અંબાલાલ પટેલ ઉપરાંત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. તેમના અનુમાન અનુસાર સપ્ટેમ્બરમાં વરસાદનો બીજો રાઉન્ડ આવવાનો બાકી છે. 16થી 22 સપ્ટેમ્બર સુધી વરસાદની જોરદાર બેટિંગ ગુજરાતમાં જોવા મળશે તેવી આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે કે સિઝનનો અનેક ઘણો વરસાદ હજી સુધીમાં વરસી ગયો છે. સારો વરસાદ આવવાને કારણે ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે અને જળાશયોમાં પાણીની આવક થઈ છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?