વિશ્વના અનેક દેશોમાં કોરોના ફરી માથું ઉંચકી રહ્યું છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે ભારતમાં પણ કોરોનાને લઈ સરકાર એક્ટિવ થઈ ગઈ છે. બહારથી આવતા પ્રવાસીઓ માટે અનેક નિયમો લાગુ કર્યા છે. રાજ્ય સરકારો પણ કોરોનાને લઈ ચિંતિત થઈ છે. ત્યારે કેરળ સરકારે ફરી એક વખત માસ્ક પહેરવો ફરજિયાત કરી દીધો છે. બધી જગ્યાઓ પર માસ્ક પહેરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
અનેક દેશોમાં વધી કોરોનાને કારણે ચિંતા
દેશમાં કોરોનાએ અનેક વખત હાહાકાર મચાવ્યો છે. અનેક લોકોના કોરોનાને કારણે મોત થયા છે. વિશ્વના અનેક દેશોમાં કોરોના સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે. જેને કારણે ભારતની ચિંતા પણ વધી છે. વિદેશથી આવતા લોકો માટે સરકારે ગાઈડલાઈન્સ બહાર પાડી છે. દેશમાં કોરોનાની વેવ ફરી ન આવે તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે.
કોરોના ગાઈડલાઈન્સ કેરળ સરકારે જાહેર કરી
કેરળ સરકારે રાજ્ય માટે ફરી એક વખત કોરોના ગાઈડલાઈન્સ બહાર પાડી છે. જે મુજબ તમામ જગ્યાઓ પર માસ્ક પહેરવું અનિવાર્ય કરવામાં આવ્યું છે. સાર્વજનિક સ્થળો પર, કાર્યસ્થળો ઉપરાંત ધાર્મિક સ્થળો પર માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ પણ લાગુ કરવામાં આવ્યું છે.
માસ્ક પહેરવું કરાયું ફરજિયાત
કેરળમાં કોરોના સંક્રમણ ફેલાવાનો ભય વ્યાપી રહ્યો છે. જેને કારણે આગામી 30 દિવસ માટે સરકારે કોરોના ગાઈડલાઈન્સ બહાર પાડી છે. સરકારે બધી દુકાનો, મોલ તેમજ જાહેર જગ્યાઓ પર સેનેટાઈઝરની વ્યવસ્થા કરવાનો આદેશ કર્યો છે. કોરોના કેસની સાથે XBB 1.5 વેરિઅન્ટને કારણે ચિંતા વધી રહી છે. આ વેરિઅન્ટના અનેક કેસો નોંધાઈ રહ્યા છે. આ વેરિઅન્ટ અનેક લોકોને સંક્રમિત કરી શકે છે જેને કારણે સરકારમાં ચિંતા વ્યાપી ઉઠી છે.