પાટીદાર આંદોલન સમયના તમામ કેસ પાછા ખેંચીશુંઃ ઈસુદાન ગઢવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 14:28:30

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતની જનતાનું સમર્થન મેળવવા આમ આદમી પાર્ટીએ મોટી જાહેરાત કરી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી છે કે પાટીદારોના અનામત માટેના આંદોલનમાં નોંધાયેલ પોલીસ કેસ પાછા ખેંચીશું. ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે જ પાટીદાર અનામત આંદોલનના તમામ પોલીસ કેસ પાછા ખેંચી લેવામાં આવશે. 

પાટીદાર આંદોલનમાં નોંધાયેલ કેસ પાછા ખેંચીશુંઃ ઈસુદાન ગઢવી 

ગુજરાતમાં પાટીદારોની સંખ્યા મોટી સંખ્યામાં છે. ગુજરાતના મોટી સંખ્યાના પાટીદારો જમીન હોવાના કારણે આર્થિક સદ્ધર છે. તેમની ગુજરાતમાં મોટી વૉટબેન્ક છે ત્યારે પાટીદાર આંદોલન અને અન્ય તમામ આંદોલનોમાં નોંધાયેલા કેસો પાછા ખેંચી લેવશે તેવી ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી હોય શકે તેવું વરિષ્ઠ પત્રકારોનું માનવું છે. ગુજરાતની ચૂંટણીના પરિણામોમાં પાટીદાર ફેક્ટરનો મોટો ભાગ ભજવતું હોય છે ત્યારે આમ આદમી પાર્ટીએ મોટી જાહેરાત કરી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?