Fire Extinguisherનો ઉપયોગ કેવી રીતે કરવો તે અમને નહોતું આવતું એટલે એક્સપર્ટ પાસેથી શીખ્યા, તમે પણ જાણીલો કેવી રીતે કરાય તેનો ઉપયોગ..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-28 12:57:16

આગ લાગવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે.. રાજકોટમાં બનેલી દુર્ઘટનામાં 27 જેટલા લોકોની જિંદગી હોમાઈ ગઈ.. અનેક વખત એવું બનતું હોય છે કે આપણી સામે Fire Extinguisher હોય પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જાણકારી નથી હોતી... આગ લાગે તો કેવી રીતે આપણે બચાવ કરવો જોઈએ, કેવી રીતે આગને રોકવાના પ્રયત્નો કરવા જોઈએ તેની ખબર નથી હોતી. ત્યારે આજે જાણો કેવી રીતે આગથી પોતાનું રક્ષણ કરવું જોઈએ અને કેવા પગલા લેવા જોઈએ આગને રોકવા માટે. કેવી રીતે  Fire Extinguisherનો ઉપયોગ કરવો જોઈએ ફાયર એક્સપર્ટ પાસેથી..

Fire Extinguisher કેવી રીતે વાપરવું તેની નથી હોતી જાણકારી..!

સામાન્ય રીતે જ્યારે આગ લાગે છે ત્યારે આપણે ફાયર ફાયટરની ટીમની રાહ જોતા હોઈએ છીએ..અનેક વખત એવું બનતું હોય છે કે આગ નાની હોય, જો તેને બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો તેને શાંત આપણે કરી શકીએ છીએ. દેશી ભાષામાં આપણે જેને લાલ બમ્બા કહીએ એટલે કે Fire Extinguisherથી.. પરંતુ આપણી સામે Fire Extinguisher હોવા છતાંય તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની આપણને જાણકારી નથી હોતી.. Fire Extinguisherના સાધનને કેવી રીતે વાપરવો, કઈ દિશામાં આપણે Fire Extinguisherમાં નિકળતા કેમિકલને મારવો તેની જાણકારી નથી હોતી..


કેવી રીતે કરવો જોઈએ Fire Extinguisherનો ઉપયોગ? 

જમાવટની ટીમ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ફાયર એસ્પર્ટે સમજાવ્યું કે જો આગ લાગે તો પ્રાથમિક તબક્કામાં કેવી રીતે કામ કરવું જોઈએ... શું પગલા લેવા જોઈએ.. ફાયર એસ્પર્ટે જણાવ્યું કે આગ લાગવાના પાંચ પ્રકાર હોય.. અલગ અલગ વર્ગોમાં તેને રાખવામાં આવ્યું છે.. કયા Fire Extinguisherની મદદથી કેવા પ્રકારની આગથી બચી શકાય તેની માહિતી તેમણે આપી. 


આટલા સમય બાદ કરવું પડે છે Fire Extinguisherનું મેન્ટેનન્સ!   

Fire Extinguisherને શરૂ કેવી રીતે કરવું તે તેમણે જણાવ્યું હતું.. સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે એક વખત Fire Extinguisher લગાવી દીધું એટલે પતી ગયું પરંતુ એવું નથી. તેનું Maintenance કરવું પડે છે.. અનેક પાર્ટ એવા હોય છે જેનું મેન્ટેનન્સ અઠવાડિયાએ કરવું પડે છે તો કોઈને quaterly કરવું પડે છે... તે સિવાય ફાયર એલાર્મ સિસ્ટમ આપણે જેને માનીએ છીએ તે કેવી રીતે કામ કરે છે તે પણ તેમણે સમજાવ્યું.. મહત્વું છે કે પ્રાથમિક માહિતી આપણી પાસે હોવી જોઈએ.. એટલે જ જમાવટે આવી શરૂઆત ઘરથી કરી છે..       



સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..