સુરત સિવિલમાં થયો પાણીનો વેડફાટ, મોટર બંધ ન કરાતા ટ્રોમા સેન્ટરની બહાર ભરાયું પાણી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-01 16:44:01

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ગરમીનો અહેસાસ લોકોને થવા લાગ્યો છે. ત્યારે ઉનાળાના સમય દરમિયાન પાણીની માગમાં વધારો થતો હોય છે. અનેક વખત પાણી માટે વલખા મારતા લોકો પણ આપણને મળે છે. ત્યારે સુરતથી એવા ફોટા સામે આવ્યા છે જેમાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. સિવિલ તંત્રની બેદરકારીને કારણે સિવિલના ટ્રોમા સેન્ટરની બહાર પાણી ભરાઈ ગયું છે. ભર ઉનાળે ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પાણી ભરાવાને કારણે હોસ્પિટલમાં આવતા દર્દીઓ, દર્દીઓના પરિવારજનો તેમજ ડોક્ટરોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

દર્દી અને તેના સંબંધીઓને પાણી વચ્ચેથી પસાર થવાની ફરજ પડી હતી.


સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં થયો પાણીનો વેડફાટ 

સિવિલ હોસ્પિટલ કોઈને કોઈ કારણોસર વિવાદમાં રહેતી હોય છે. એ અમદાવાદની સિવિલ હોસ્પિટલ હોય કે પછી સુરતની સિવિલ હોસ્પિટલ હોય. સુરત સિવિલ ફરી એક વખત ચર્ચામાં આવી છે. ગુજરાતમાં એક તરફ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે તો બીજા તરફ સુરત સિવિલમાં હજારો લીટર પાણી વેડફાતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સિવિલ પ્રશાસનની બેદરકરારીને કારણે સિવિલ હોસ્પિટલનું કેમ્પસ પાણીથી ભરાઈ ગયું છે. સમયસર ટાંકીની મોટર બંધ ન કરાતા સિવલિ હોસ્પિટલમાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.   

પાર્કિંગમાં પણ પાણી ઘુસી ગયાં હતાં.

સ્ટ્રેચરને પણ પાણી વચ્ચેથી લઈ જવાની ફરજ પડી હતી.

દર્દીઓને હાલાકી વેઠવાનો આવ્યો વારો 

એવા દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં ઈમર્જન્સી સારવાર માટે આવતા દર્દીઓ એવા ટ્રોમા સેન્ટરની બહાર જ જોવા મળ્યો છે. ટ્રોમા સેન્ટરની બહાર પરિસર પાણીથી ઉભરાઈ ગયું હતું. કેમ્પસમાં પાણીનો ભરાવો થતા દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. દર્દીઓને પાણીમાં પસાર થવાનો વારો આવ્યો હતો. દર્દીઓને સ્ટ્રેચર પર લઈ જવાની ફરજ પડી હતી. એટલું પાણી ભરાઈ ગયું હતું કે પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનો સુધી પાણી ભરાઈ ગયા હતા. સિવિલ તંત્રની ઘોરબેદરકારીને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.   




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?