રાજ્યમાં સરેરાશ 80.69 ટકા વરસાદ, 207 જળાશયમાં 74.24 ટકા અને નર્મદા ડેમમાં પણ 77.47 ટકા જળસંગ્રહ


  • Published By :
  • Published Date : 2023-08-14 20:04:13

ગુજરાતમાં થયેલા ધોધમાર અને આર્વત્રિક વરસાદના કારણે રાજ્યની 207 જળ પરિયોજનાઓમાં 74.24 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. તે જ પ્રકારે ઉપરવાસમાં ભારે વરસાદ અને પાણીની સારી આવકના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પણ 77.47 ટકા જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર યોજનામાં 2,58,797 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે, જે કુલ જળસંગ્રહ શક્તિના 77.47 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 73.25 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 49.48 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 75.06 ટકા, કચ્છ ઝોનના 20 જળાશયોમાં 65.68 ટકા તથા સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 83.86 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.


ચોમાસાની સીઝનમાં 80.69 ટકા વરસાદ 

 

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલી માહિતી મુજબ ગુજરાતમાં ચોમાસાની સીઝનમાં કુલ સરેરાશ 80.69 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છ ઝોનમાં સૌથી વધુ 136.06 ટકા વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં 109.72 ટકા, ઉત્તર ગુજરાતમાં 67.25 ટકા, દક્ષિણ ગુજરાતમાં 71.67 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 64.98 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે. જેના પગલે ગુજરાતના 95 જળાશયોમાં 90 ટકાથી વધુ પાણીની આવક થઇ છે.


પાણીની તંગી સર્જાવાની શક્યતા ઘટી


રાજ્યમાં સતત અને ભારે વરસાદના પરિણામે 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલા 64 જળાશયો તથા 90 ટકાથી 100 ટકા જળસંગ્રહ થયેલા 31 જળાશયો મળી કુલ 95 જળાશયો હાઈ એલર્ટ પર છે. જ્યારે 80 ટકાથી 90 ટકા જળસંગ્રહ ધરાવતા 25 જળાશયો એલર્ટ પર અને 70 ટકાથી 80 ટકા જળસંગ્રહ ધરાવતા 14 જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે. આમ સમગ્ર રીતે જોતા રાજ્યમાં ચોમાસાની સીઝન દરમિયાન પાણીનો સંગ્રહ સારો થયો છે. આજ કારણે આગામી દિવસોમાં કૃષિ અને પીવાના પાણીની તંગી સર્જાય તેવી શક્યતા ઓછી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?