પાણીની લાઈનમાં અનેક વખત ભંગાણ થવાના કિસ્સા સામે આવતા હોય છે. અનેક વખત પાણીની લાઈનમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ થતો હોય છે. ત્યારે સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલી મેઈન લાઈનમાં લીકેજ સર્જાયું છે. જેને લઈ લિકેજ રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે. જેને કારણે 3 માર્ચની સાંજથી પાંચ માર્ચ સુધી અમદાવાદના અનેક વોર્ડમાં પાણી કાપ મૂકવામાં આવ્યો છે. થલતેજ, સરખેજ, રાણીપ, વાડજ, વેજલપુર, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, બોડકદેવ અને જોધપુરમાં પાણી કાપ મૂકાયો છે.
પાંચ માર્ચ સુધી રહેશે પાણી કાપ
ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની માગ વધતી હોય છે. પાણીના વપરાશમાં પણ વધારો થતો હોય છે. ત્યારે અમદાવાદના અનેક વોર્ડમાં પાણી કાપ મૂકવામાં આવ્યો છે. 3 માર્ચની સાંજથી બે દિવસ માટે પાણી કાપ મૂકવામાં આવતા પાણી માટે લોકોને વલખા મારવા પડી શકે છે. થલતેજ, સરખેજ, રાણીપ, વાડજ, વેજલપુર, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, બોડકદેવ અને જોધપુરમાં પાણી કાપ મૂકાયો છે.સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલી મેઈન લાઈનમાં લિકેજ રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે. જેને કારણે 3 માર્ચથી પાંચ માર્ચ સુધી પાણી કાપ રહેશે. મેઈન લાઈનમાં લિકેજની સીધી અસર જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં અપાતા પાણી પૂરવઠા પર પડશે.
પાણી કાપ મૂકાવાથી વધી શકે છે પાણીની માગ
સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદમાં પણ પાણી કાપ મૂકવામાં આવ્યો છે. પાણી નહીં મળે જેને કારણે અમદાવાદીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આજ સાંજથી પાણી કાપ મૂકવામાં આવતા પાણીની માગ વધી શકે છે. ઉનાળાની શરુઆત થતાં જ પાણી કાપ મૂકાવાથી સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે.