બોપલ, ઘુમા, ગોધાવી અને શેલા વિસ્તારમાં પાણીના વપરાશ પર AUDA ચાર્જ વસૂલશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 18:29:50

મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકો પર વિવિધ પ્રકારના કરવેરા ઝીંકીને સરકાર તેમની મુશીબત વધારી રહી છે. જેમ કે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) ના બોર્ડે સર્વસંમતિથી તેની 'પાણી વિતરણ વ્યવસ્થા નીતિ'પસાર કરી છે. તે હવે વપરાશના હિસાબે ઘરેલું, વાણિજ્યિક અને સંસ્થાકીય પાણીના જોડાણોનો ચાર્જ વસૂલશે. તેનાથી બોપલ, ઘુમા, ગોધવી અને શેલાના રહેવાસીઓને અસર થશે. AUDA વોટર મીટર ઈન્સ્ટોલેશન માટે ડિપોઝીટ ચાર્જ કરશે અને તેના ગ્રાહકોને માસિક પાણી વપરાશ બિલ જારી કરશે.


નવી પોલિસી અનુસાર AUDA પ્રતિ માસ 22,500 લિટર પ્રતિ ઘરગથ્થુ સપ્લાય પર કોઈ ચાર્જ વસૂલશે નહીં. જોકે, ગ્રાહકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પ્રોપર્ટી ટેક્સ બિલ સાથે આવતી મૂળભૂત વાર્ષિક પાણીની ફી ચૂકવવી પડશે.


બોપલ, ઘુમા, ગોધાવી અને શેલાના લોકોને કેટલો ચાર્જ ચૂકવવો પડશે?


જો કોઈ ઘરનો વપરાશ મહિને 22,500 લિટર અને 30,000 લિટરની વચ્ચે હોય, તો માલિક 1000 વધારાના લિટર દીઠ રૂ. 10ના દરે વધુમાં વધુ રૂ. 75 ચૂકવશે. 30,001 લિટર અને 40,000 લિટર વચ્ચેના માસિક વપરાશ માટે, Auda 1,000 લિટર દીઠ 20 રૂપિયા ચાર્જ કરશે. તેવી જ રીતે, 60,001 લિટરથી વધુ વપરાશ માટે 50 રૂપિયા પ્રતિ હજાર લિટરનો ચાર્જ લેવામાં આવશે.


કોમર્શિયલ પ્રોપર્ટી માટે, પ્રકાર પર આધાર રાખીને, AUDA વપરાશમાં લેવાયેલા પાણીના હજાર લિટર દીઠ રૂ. 25 થી રૂ. 40 વસૂલશે. સરકારી કે અર્ધ-સરકારી સંસ્થાઓ પાસેથી પ્રતિ 1,000 લીટર દીઠ 15 રૂપિયાની ફી વસૂલવામાં આવશે. AUDAએ બોપલ અને ઘુમા નગરપાલિકાઓમાં તેના પાણી પુરવઠાના સંચાલન અને જાળવણી માટે એક એજન્સીની ઓળખ કરી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?