અનેક કન્સ્ટ્રક્શન સાઈટ આપણે જોઈ છે.. મજૂરો કેવી રીતે કામ કરે છે તે આપણે જોઈએ છીએ... પરંતુ ક્યારેય એ આપણે વિચાર્યું છે કે તેમને સેફ્ટી મળે છે કે નહીં? ક્યારેય એવું વિચાર્યું છે કે જો તે ઉપરથી નીચે પડી જાય છે તો તેમને કેવી રીતે બચાવાશે? કદાચ નહીં.. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી ઘટનાઓ બાદ અનેક સવાલ થયા કે શા માટે લાપરવાહી દાખવવામાં આવી? જમાવટની ટીમ જ્યારે રાજકોટ પહોંચી હતી ત્યારે ટીઆરપી ગેમ ઝોનથી 500 મીટરની દૂરી પર આવેલા એક કન્સ્ટ્રક્શન સાઈટની મુલાકાતે ગઈ હતી. ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા તે ભયજનક હતા.. સેફ્ટી વગર મજૂરો કામ કરી રહ્યા હતા..
જીવના જોખમે મજૂરો કરે છે મજૂરી
આપણે જ્યારે મજૂરોને જોઈએ ત્યારે આપણને તેમને જોઈ દયા આવે..ધગધગતા તાપમાં તે લોકો પેટ માટે કામ કરે છે.. તાપમાનનો પારો ગમે તેટલો કેમ ના હોય તેઓ કામ કરતા દેખાય છે.. અનેક વખત મજૂરો આપણને સેફ્ટીના સાધનો વગર દેખાતા હોય છે.. સેફ્ટીના સાધનો વગર તેઓ ઉપર ચઢતા હોય છે અને જીવના જોખમે તેઓ મજૂરી કરતા હોય છે..
જો ઈતિહાસમાંથી આપણે શીખ્યા હોત તો...
અનેક વખત આવા દ્રશ્યો આપણને દેખાય છે કે ત્યારે તે વાત સામાન્ય લાગે છે કે આવા દ્રશ્યો તો દેખાય.. પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે આવી જ લાપરવાહીને કારણે દુર્ઘટનાઓ સર્જાય છે. આપણે જ અનેક વખત આપણા જીવને જોખમમાં નાખતા હોઈએ છીએ.. આપણે ઈતિહાસમાંથી કોઈ બોધપાઠ નથી લેતા જેને કારણે ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ બને છે.. જો આપણે ભૂતકાળમાંથી કઈ શીખ્યા હોત તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે ઘટના બની તે ઘટના ના બની હોત..