ગુજરાતમાં દારૂબંધી છે... આ વાક્ય સાંભળી તમારા ચહેરા પર કટાક્ષ વાળી સ્માઈલ આવી હશે અને તમેય કહ્યું હશે કે આ તો કહેવા માટે દારૂબંધી છે. દારૂ તો ગુજરાતમાં મળે જ છે....! આ વાત સાચી છે.. કહેવાતી દારૂબંધીના ધજાગરા ઉડતા તમે અવાર નવાર જોયા હશે, એમ કહીએ કે એવા વીડિયો તો અવાર નવાર સામે આવતા રહે છે.. પરંતુ આજે અહીંયા વાત પોલીસની દારૂબંધીની કરવી છે.. જમાવટ એક એવી જગ્યા પર પહોંચ્યું જ્યાં ખુલ્લેઆમ દારૂની બોટલો દેખાતી હતી.. વોશરૂમથી લઈ પાછળ પડેલા કબાડમાં દારૂની બોટલો હતી અને એ પણ ખાલી...
કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં મળી આવી દારૂની ખાલી બોટલો
આટલું વાંચ્યા પછી તમને થતું હશે કે દારૂના અડ્ડા પર જમાવટની ટીમ પહોંચી હશે.. જો તમે આવું વિચારો છો તો ખોટું છે.. જમાવટની ટીમ પહોંચી હતી કાગડાપીઠ પોલીસ સ્ટેશન અને ત્યાં ખાલી દારૂની બોટલો મળી હતી.. પોલીસ સ્ટેશનમાં દારૂની બોટલ મળી આવી આ વાત સાંભળી તમને નવાઈ લાગી હશેને.. પરંતુ આ સત્ય છે.. જે પોલીસની ફરજમાં આવે છે દારૂબંધીના કાયદાનો અમલ કરવાની ત્યાંથી જ દારૂની અનેક બોટલો મળી આવે ત્યારે પ્રશ્ન થાય.. કાયદાનું રક્ષણ કરવાવાળા લોકો જ કાયદાનું ભક્ષણ કરવા લાગે ત્યારે પ્રશ્ન થાય.. જમાવટની ટીમે જ્યારે ત્યાં ઉપસ્થિત constableને આ દારૂ અંગે સવાલ પૂછ્યો ત્યારે તેમણે કહ્યું કે કોઈ આવીને મૂકી ગયું હશે... તમને આ વાત માનવામાં આવે કે પોલીસ સ્ટેશનમાં કોઈ ખાલી દારૂની બોટલ મૂકી જાય અને પોલીસને ખબર જ ના પડે?
શું કામ પોલીસ એક્શન નથી લેતી?
જ્યારે જ્યારે એવું સાંભળીએ છીએ કે ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે હસવું આવે છે.. અને સવાલ થાય કે દારૂબંધી હોય તો દારૂં આવે છે ક્યાંથી? કહેવાતી દારૂબંધીના ધજાગરા તો અનેક વખત ઉડ્યા છે.. પરંતુ જ્યારે દારૂની ખાલી બોટલોનો જથ્થો પોલીસ સ્ટેશનમાં દેખાય છે ત્યારે સવાલો થાય છે. મોટા ભાગના કિસ્સાઓમાં દારૂનો અડ્ડો ક્યાં ચાલે છે તેની જાણ પોલીસને હોય જ છે, પરંતુ તો પણ પોલીસ કોઈ એક્શન નથી લેતી.. કારણ કે જો પોલીસ કોઈ એક્શન લે તો તેમનો હપ્તો બંધ થઈ જાય એવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..