ધીમે ધીમે આપણે શિયાળામાંથી ઉનાળા તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે જેને કારણે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. માર્ચના મહિનામાં એટલો તડકો, એટલી ગરમી પડી રહી છે જેને જોતા લાગે છે કે માર્ચ મહિનામાં આવી હાલત છે તો મે મહિનામાં શુ હાલત કરશે ગરમી? ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે જેને કારણે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આવનાર સમયમાં આ તાપમાનનો પારો વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રવિવારે રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 30-35 ડિગ્રી આસપાસ પહોંચ્યું હતું.
રવિવારે તાપમાનનો પારો પહોંચ્યો હતો 35 ડિગ્રી આસપાસ!
રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો હતો. સવારે વહેલી સવારે ઠંડી હોય છે પરંતુ બપોરના સમયે ગરમીનો અહેસાસ થતો હોય છે. એટલી ગરમી માર્ચ મહિનામાં પડી રહી છે કે બહાર નીકળતા પહેલા બે વખત વિચાર કરવો પડે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવનાર સમયમાં તાપમાનમાં ફેરફાર આવી શકે છે અને વધુ ગરમીનો અનુભવ થઈ થઈ શકે છે. આવનાર દિવસમાં મોટો ફેરફાર નહીં થાય તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. રવિવારે અમદાવાદ સહિત 12 શહેરમાં સરેરાશ મહત્તમ તાપમાન 34 ડિગ્રીને પાર નોંધાયું હતુ. રવિવારે અમદાવાદ સહિત 12 શહેરમાં તાપમાનનો પારો 34 ડિગ્રીને પાર નોંધાયો હતો. આવનાર બે ત્રણ દિવસમાં તાપમાનનો પારો વધી શકે છે.
આવનાર દિવસોમાં વધશે સૂર્યનારાયણનો પ્રકોપ!
મહત્વનું છે કે શિયાળાની શરૂઆતમાં પણ વરસાદ આવ્યો હતો અને શિયાળો જ્યારે વિદાય લઈ રહ્યો હતો તે વખતે પણ વરસાદ આવ્યો હતો. થોડા સમય પહેલા જ્યારે કમોસમી વરસાદ આવ્યો હતો ત્યારે ખેડૂતોને રડવાનો વારો આવ્યો હતો. માવઠાને કારણે જગતના તાતની ચિંતા વધતી હોય છે. વરસાદ એક વખત આવે છે પરંતુ તે વરસાદે ખેડૂતોની મહિનાઓની મહેનતને પાણીમાં ડુબાડી દે છે. ત્યારે આવનાર દિવસોમાં ગરમીનો પારો વધી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાત દ્વારા પણ ગરમીને લઈ આગાહી કરવામાં આવી છે. પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે કે હમણા જેવું વાતાવરણ છે તેવું વાતાવરણ થોડા દિવસ માટે યથાવત રહેશે. 19થી 21 તારીખ દરમિયાન તાપમાનમાં થોડો વધારો નોંધાશે.