રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સામે વિરોધનો અવાજ ઉઠાવનાર, બળવો કરનાર યેવગેની પ્રગોઝિન દુર્ઘટનાનો શિકાર બન્યા છે. બુધવારે રશિયાની પ્રાઈવેટ આર્મી વેગનર ગ્રુપના ચીફ યેવજેની પ્રિગોઝિન જે પ્લેનમાં સફર કરી રહ્યા હતા તે પ્લેન ક્રેશ થઈ ગયું હતું. અને આ દુર્ઘટનામાં ચીફ સહિત 7થી વધારે લોકોના મોત થયા છે તેવા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના બુધવારે બપોરના સમયે ઘટી હતી. મોસ્કોના ઉત્તરીય વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું હતું. રશિયાની ફેડરલ એર ટ્રાન્સપોર્ટ એજન્સીએ મૃતકોના નામની યાદી બહાર પાડી છે જેમાં વેગનર ગ્રૂપ કમાન્ડરના નામનો પણ સમાવેશ થાય છે.
વેગનાર ચીફનું આ દુર્ઘટનામાં થયું મૃત્યુ
અનેક વખત પ્લેન ક્રેશ થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. પ્લેન ક્રેશ થવાને કારણે લોકોના મોત પણ થતા હોય છે. ત્યારે રશિયામાં એક દુર્ઘટના સર્જાઈ છે જેમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સામે બળવો કરનારા વેગનાર પ્રમુખનું મોત આ પ્લેન ક્રેશમાં થયું છે. મહત્વનું છે કે વેગનાર ચીફનું આ દુર્ઘટનામાં નિધન થયું જે પ્રાઈવેટ આર્મી છે.
રાષ્ટ્રપતિ પુતિન સામે ઉચ્ચાર્યા હતા વિરોધના સ્વર
વેગનર આર્મી રશિયન સેના સાથે મળી યુક્રેન સામે યુદ્ધ લડી રહી હતી. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા વેગનર ગ્રુપે રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ બળવો કર્યો હતો. બળવાની શરૂઆત થવાને કારણે એવું લાગી રહ્યું હતું કે રશિયા બદલો લેવાના મૂડમાં છે. ત્યારે ગઈકાલે આ પ્લેન ક્રેશના સમાચાર સામે આવ્યા. પ્લેન ક્રેશની દુર્ઘટના રશિયાની રાજધાની મોસ્કોમાં બની હતી.