રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય, પૂર્વ મંત્રીઓની સુરક્ષા પાછી ખેંચી


  • Published By :
  • Published Date : 2023-02-26 15:20:43

રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારે મહત્વનો નિર્ણય લેતા પૂર્વ મંત્રીઓની સુરક્ષા પાછી ખેંચી છે. રાજ્યના ગૃહ વિભાગે ગાંધીનગરમાં કેટલાક નેતાઓને મળતી સુરક્ષા પરત ખેંચી લીધી છે. જેમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના 14  પૂર્વ ધારાસભ્યો તેમજ વિજય રૂપાણી સરકારના 10 મંત્રીઓની સુરક્ષા પાછી ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના આ મોટા નિર્ણય બાદ હવે પૂર્વ  અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને દંડકો ગનમેન રાખી શકશે નહીં.


VVIPની સુરક્ષાની કરાઈ સમીક્ષા


રાજ્યના ગૃહ વિભાગે VVIPને મળતી સમીક્ષાના અંતે સલામતી પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો હતો. ભૂપેન્દ્ર પટેલની પહેલી સરકારના 14 અને રૂપાણીના પૂર્વ 10 મંત્રીઓની સુરક્ષા પાછી લેવા હુકમ કરાયો છે. આ નેતાઓને VVIP સુરક્ષા નહીં મળે. આ નેતાઓને ફાળવાયેલા સ્થાનિક પોલીસ, SRPFમાંથી 67 બંગલા ગાર્ડ, અંગરક્ષકો, સુરક્ષા ગાર્ડને તેમના હથિયાર આજે સવારે 11 વાગ્યા સુધી જમા કરાવવાનો હુકમ ગાંધીનગરથી થયો છે. 


આ પૂર્વ મંત્રીઓની સુરક્ષા પાછી ખેંચાઈ


ગૃહ વિભાગે તાજેતરમાં જે 290 માંથી 96 જેટલા પૂર્વ મંત્રીઓ અને પદાધિકારીઓની સલામતી વ્યવસ્થા પરત ખેંચવાનો નિર્ણય કર્યો હતો તે અંતર્ગત રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી, અર્જુનસિંહ ચૌહાણ, પ્રદીપ પમાર, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનીષા વકીલ, નિમિષા સુથાર, કિર્તીસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, વિનોદ મોરડીયા, દેવા માલમ, આરસી ફળદુ, કૌશિક પટેલ, સૌરભ પટેલ, જયદ્રથસિંહ પરમાર, ઈશ્વરસિંહ પટેલ, વાસણ આહિર, વિભાવરી દવે, રમણ પાટકર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યોગેશ પટેલ, વલ્લભ કાકડિયાની સુરક્ષા પાછી ખેંચવામાં આવી છે.


આ સિનિયર નેતાઓની સુરક્ષા યથાવત


રાજ્યના ગૃહ વિભાગે પૂર્વ મંત્રીઓ અને પદાધિકારીઓની સુરક્ષા ભલે પાછી ખેંચી જો કે તેમ છતાં, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ગૃહમંત્રીઓ પ્રદીપસિંહ જાડેજા, રજનીકાંત પટેલ અને ગોરધન ઝડફિયાની સુરક્ષા યથાવત રાખવામાં આવી છે. 


અત્રે ઉલ્લેખનિય છે કે મંત્રીપદ ગયા પછી પણ 5 ધારાસભ્યો પાસે 4- 4 રક્ષકો હતા. આથી આ નિર્ણય અંતર્ગત 67 પોલીસ અને SRPFને હથિયાર જમા કરાવવા આદેશ આપવામાં આવ્યા છે. પૂર્ણેશ મોદી, જીતુ ચૌધરી, મનિષા વકીલ સહિતના MLA પાસે હાલમાં 4-4 સલામતી રક્ષકો છે. રાજ્ય વિધાનસભામાં હાલ કુલ 30 VVIP પૈકી 13 તો  ધારાસભ્ય છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...