24 વર્ષ બાદ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી આજે યોજાવા જઈ રહી છે. દેશભરમાં સ્ટેટ કોંગ્રેસ કમિટીના કાર્યલયોમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાશે જેમાં 9 હજાર મતદાર પોતાનો મત આપશે. ચૂંટણી માટે તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે. મતદાન માટે દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરની સાથે સાથે સમગ્ર દેશમાં 65થી વધુ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી તેમજ ડો. મનમોહન સિંહ હેડક્વાર્ટરથી મતદાન કરવાના છે. સવારના 10 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે. અધ્યક્ષ પદ માટે મલ્લિકાર્જુન અને થરૂર વચ્ચે ચૂંટણીનો જંગ જામવાનો છે. ભારત જોડો યાત્રામાં વ્યસ્ત રાહુલ ગાંધી માટે કર્ણાટક ખાતે પોલિંગ બૂથની વ્યવસ્થા કરવામાં આવી છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કર્યું મતદાન
દિલ્હી ખાતે આવેલા હેરકવાર્ટર ખાતે કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ મતદાન કરી રહ્યા છે. સોનિયા ગાંધી તેમજ પ્રિંયંકા ગાંધીએ મતદાન કર્યું હતું.
એવું માનવામાં આવી રહ્યું છે કે છત્તીસગઢ કોંગ્રેસ મલ્લિકાર્જુન ખડગેના સમર્થનમાં છે. જ્યારે થરૂરને એજન્ટ પણ નથી મળ્યા. ઉપરાંત રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ખડગે માટે 4 પદાધિકારીઓની નિમણૂંક કરી છે જે પોલિંગ એજન્ટ તરીકે કાર્યભાર સંભાળશે. જ્યારે શશિ થરૂર માટે 6 પોલિંગ એજન્ટ હશે. આ તમામ પ્રક્રિયા AICCના સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટીના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રીની દેખરેખમાં હાથ ધરાશે. સાથે સાથે દેશના દરેક રાજ્યમાં 1 PRO અને 4 DRO ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરશે.भारत जोड़ो यात्रा, कांग्रेस अध्यक्ष का चुनाव और श्री @RahulGandhi
— Congress (@INCIndia) October 17, 2022
हमारे लोकतंत्र की यही खूबी है- रास्ता ढूंढ लेता है। pic.twitter.com/T03XGRQ2s1
19 ઓક્ટોબરે થશે મતગણતરી
કોંગ્રેસની સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટીએ કહ્યું હતું કે ચૂંટણીમાં 36 મતદાન કેન્દ્રો બનાવામાં આવ્યા છે જેમાં 67 બૂથ રાખવામાં આવ્યા છે. ઉપરાંત રાહુલ ગાંધી માટે અલગ બૂથની વ્યવસ્થા કરવામાં આવી છે. રાહુલ ગાંધી સહિત અંદાજીત 42 જેટલા પ્રતિનિધિ મતદાન કરવાના છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતપેટીને દિલ્હી ખાતે રાખવામાં આવશે અને 19 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
સ્ટોરી અપડેટ થઈ રહી છે...