વર્ષ 2023માં અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. થોડા દિવસો પહેલા ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી ત્યારે આજે બે રાજ્યોમાં ચૂંટણી ચાલી રહી છે. મેઘાલય અને નાગાલેન્ડમાં મતદાતાઓ મતદાન કરી ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ કરી રહ્યા છે. 60 બેઠકો માટે મેઘાલયમાં મતદાન થવાનું હતું પરંતુ એક ઉમેદવારનું અવસાન થવાને કારણે ત્યાં મતદાન ટાળી દેવામાં આવ્યું છે. જ્યારે નાગાલેન્ડમાં 59 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. નાગાલેન્ડમાં પણ 60 બેઠકો છે પરંતુ એક બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ ગયા છે.
Till 11 am, 26.70% voter turnout recorded in #MeghalayaElections2023 and 35.76% in #NagalandElections2023 pic.twitter.com/cr12b6yyqo
— ANI (@ANI) February 27, 2023
2 માર્ચના રોજ આવશે પરિણામ
સવારના સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો આરંભ થયો હતો. 9 વાગ્યા સુધી મેઘાલયમાં 12.06 ટકા જ્યારે નાગાલેન્ડમાં 17.17 ટકા મતદાન થયું હતું. 11 વાગ્યા સુધી થયેલા મતદાનમાં મેઘાલયમાં 26.70 ટકા જ્યારે નાગાલેન્ડમાં 38.68 ટકા થયું હતું. મતદાન શરૂ થાય તે પહેલા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. ઉપરાંત રાજ્યોની સીમાઓને પણ સીલ કરી દેવામાં આવી હતી. મેઘાલયમાં 375 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે જેમાં 36 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત નાગાલેન્ડમાં 183 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામવાનો છે. બંને રાજ્યોમાં પ્રચાર માટે પાર્ટીઓએ પોતાના દિગ્ગજ નેતાઓને પ્રચાર માટે ઉતાર્યા હતા. ત્યારે 2 માર્ચના રોજ મતગણતરી થવાની છે ત્યારે ખબર પડશે કોણ જીત્યું અને કોણ હાર્યું છે.