આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે પરંતુ તે પહેલા આ વર્ષે પાંચ રાજ્યો માટે વિધાનસભાની ચૂંટણી યોજાઈ. ચાર રાજ્યો માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે જ્યારે આજે તેલંગાણા વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. તેલંગાણાની 199 વિધાનસભા બેઠકો માટે આજે વહેલી સવારથી મતદાતાઓ મતદાન કરી રહ્યા છે. 2300 જેટલા ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થવાનું છે. સવારે સાત વાગ્યાથી આ મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જ્યારે સાંજના 6 વાગ્યા સુધી તમામ બેઠકો માટે મતદાન ચાલું રહેશે. 35 હજાર જેટલા મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. તેલંગાણામાં 9 વાગ્યા સુધીમાં 8.52 ટકા મતદાન થયું છે.
Telangana records 20.64% voter turnout till 11am pic.twitter.com/qUDbvpeKGD
— ANI (@ANI) November 30, 2023
મતદાન કરવા પીએમ મોદીએ કરી અપીલ
2023માં પાંચ રાજ્યો માટે વિધાનસભા ચૂંટણી યોજાઈ. રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ તેમજ મિઝોરમ માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આજે તેલંગાણા માટે મતદાન હાથ ધરવામાં આવી રહ્યું છે. મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. પાંચમાંથી આજે છેલ્લા રાજ્ય એવા તેલંગાણાની 119 બેઠકો માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. પાંચેય રાજ્યોનું પરિણામ 3જી ડિસેમ્બરે આવવાનું છે. તેલંગાણાના લોકો મતાધિકારનો ઉપયોગ કરે તે માટે પીએમ મોદીએ અપીલ કરી છે. મતદાન માટે અપીલ કરતી ટ્વિટ પીએમ મોદી દ્વારા કરવામાં આવી છે. મતદાતાઓને રીઝવવા માટે રાજકીય પાર્ટીઓએ અનેક ચૂંટણી પ્રચાર કર્યા છે અને વાયદા કરવામાં આવ્યા છે ત્યારે કઈ પાર્ટી સત્તા પર આવશે તે 3જી ડિસેમ્બરે ખબર પડશે.