કર્ણાટકમાં 224 સીટો માટે મતદાન શરૂ થઈ ગયું છે. સવારના સાત વાગ્યાથી મતદાન પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. 224 સીટ માટે 2614 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. વોટિંગ કરવા માટે વહેલી સવારથી મતદાતાઓ પહોંચી રહ્યા છે. વોટિંગ માટે સેલિબ્રિટી તેમજ નેતાઓ મતદાન કેન્દ્ર પહોંચી રહ્યા છે. સવારના 11 વાગ્યા સુધી 21 ટકા મતદાન થયું છે.
અનેક દિગ્ગજ નેતાઓએ કર્યું મતદાન!
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાએ પણ મતદાન કર્યું હતું. મતદાન કેન્દ્ર પર પહોંચતા પહેલા તેમણે મંદિરમાં દર્શન કર્યા હતા. તે સિવાય હાલના મુખ્યમંત્રીએ પણ મતદાન કરતા પહેલા ભગવાનના દર્શન કર્યા હતા. અભિનેતા પ્રકાશ રાજે શાંતિનગર સ્થિત મતદાન કેન્દ્રમાં વોટ કર્યો હતો. તે સિવાય કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે પણ બેંગલુરૂના વિજયનગર પોલિંગ બૂથ પર વોટિંગ કર્યું છે. મહત્વનું છે કે આ વખતની ચૂંટણીમાં દરેક પાર્ટીએ પ્રચારમાં કોઈ કસર નથી રાખી. દરેક પાર્ટીના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચારમાં ઉતર્યા હતા.
5.22 કરોડ મતદાતા કરવાના છે મતદાન!
આ વખતની ચૂંટણીમાં દરેક પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવ્યું છે. ભાજપે નરેન્દ્ર મોદી સહિત પાર્ટીના મોટા નેતાઓએ 450થી વધુ સભા કરી છે. તે ઉપરાંત 100થી વધુ રોડ શો કર્યા છે. તે ઉપરાંત કોંગ્રેસ દ્વારા પણ પ્રચારમાં કોઈ કસર રાખવામાં આવી નથી. પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે ઉપરાંત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ પ્રચાર કર્યો છે. 5.22 કરોડ મતદાતાઓ મતદાન કરવાના છે. 9.17 લાખ વોટર્સ પહેલી વખત મતદાન કરવાના છે. ત્યારે કર્ણાટકમાં કોની સરકાર બને છે તે 13 મેના રોજ ખબર પડશે કારણ કે મતદાનનું પરિણામ 13 મેના રોજ આવવાનું છે.
#WATCH | #KarnatakaElections | Congress national president Mallikarjun Kharge and his wife Radhabai Kharge cast their votes at a polling booth in Kalaburagi. pic.twitter.com/Z6BH4uqwyY
— ANI (@ANI) May 10, 2023