દેશમાં લોકસભા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાની પસંદગીના ઉમેદવારને વોટ આપે છે.. ત્રણ તબક્કા અંતર્ગત મતદાન પૂર્ણ થઈ ગયું છે. હજી ત્રણ તબક્કા માટે મતદાન બાકી છે. આજે ચોથા તબક્કા અંતર્ગત મતદાન થયું હતું. 96 બેઠકો માટે મતદાન થયું હતું અને ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે. પાંચ વાગ્યા સુધી સામે આવેલા આંકડાની વાત કરીએ તો 62.31 ટકા સરેરાશ મતદાન નોંધાયું છે.. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં નોંધાયું છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે.
ચોથા તબક્કા માટે 96 બેઠકો માટે થઈ રહ્યું છે મતદાન
સાત તબક્કામાં દેશમાં લોકસભા ચૂંટણી થઈ રહી છે.. પ્રથમ ત્રણ તબક્કા માટે મતદાન પૂર્ણ થઈ ગયું અને આજે ચોથા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે.. 96 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. ચોથા તબક્કામાં આંધ્ર પ્રદેશની 25 બેઠકો માટે જ્યારે ઉત્તર પ્રદેશની 13 સીટો માટે મતદાન થઈ રહ્યું છે. તેલંગાણાની 17, મહારાષ્ટ્રની 11 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. એમપીની 8, પશ્ચિમ બંગાળની 8, બિહારની પાંચ, ઝારખંડ તેમજ ઓડિશાની 4-4 બેઠકો માટે જ્યારે જમ્મુ કાશ્મીરની એક બેઠક માટે મતદાન થઈ રહ્યું છે...
ક્યાં કેટલું નોંધાયું મતદાન?
સાંજે પાંય વાગ્યા સુધી સરેરાશ 62.31 ટકા મતદાન થયું છે. ક્યાં કેટલું મતદાન થયું તેની વાત કરીએ તો પાંચ વાગ્યા સુધી આંધ્ર પ્રદેશમાં 68.04 ટકા, બિહારમાં 54.14, જમ્મુ કાશ્મીરમાં 35.75 ટકા મતદાન થયું છે જ્યારે ઝારખંડમાં 63.14 ટકા મતદાન થયું છે. મધ્યપ્રદેશમાં 68.01 ટકા, મહારાષ્ટ્રમાં 52.49, ઓડિશામાં 62.96 ટકા મતદાન સાંજે પાંચ વાગ્યા સુધી થયું છે. તેલંગાણામાં 61.16 ટકા મતદાન થયું છે જ્યારે ઉત્તર પ્રદેશમાં 56.35 ટકા મતદાન જ્યારે પશ્ચિમ બંગાળમાં 75.66 ટકા મતદાન થયું છે.. મહત્વનું છે પશ્ચિમ બંગાળમાં સારા પ્રમાણમાં મતદાન થયું છે. આ મતદાન કોને ફાયદો કરાવશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે.. લોકસભા ઈલેક્શનનું પરિણામ ચોથી જૂનના રોજ આવવાનું છે..