ત્રિપુરામાં વિધાનસભાની 60 બેઠકો માટે મતદાન થયું શરૂ, 259 ઉમેદવારોનું ભાવિ થશે નક્કી


  • Published By :
  • Published Date : 2023-02-16 09:06:16

2023માં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે આજે ત્રિપુરાની 60 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. આ વિધાનસભાની ચૂંટણીમાં 259 ઉમેદવારો વચ્ચે જંગ જામવાનો છે જેમાં 31 મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે. મતદાતાને અસુવિધા ન થાય તે માટે 3327 મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં 31 હજાર મતદાન કર્મચારી ફરજ બજાવી રહ્યા છે. સવારના 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થઈ ગયો છે સાંજના ચાર વાગ્યા સુધી ચાલશે. આ ચૂંટણીની મતગણતરી 2 માર્ચના રોજ થવાની છે. 

ભારે સુરક્ષા વચ્ચે હાથ ધરાઈ મતદાન પ્રક્રિયા 

ત્રિપુરામાં કુલ 60 બેઠકો માટે મતદાન હાથ ધરવામાં આવ્યું છે. 28.13 લાખ મતદાતા 259 ઉમેદવારોનું ભાવિ નક્કી કરવાના છે. મતદાન મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું કે સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. મતદાન કરાવવા 31000 મતદાન કર્મીઓ અને કેન્દ્રીય દળના 25000 સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજ્ય પોલીસના 31000 જવાન પણ તૈનાત કરાયા છે. 



મતદાન કરવા પીએમ મોદીએ કરી અપીલ 

સવારના સાત વાગ્યાથી આ મતદાન શરૂ થયું છે જે સાંજના ચાર વાગ્યા સુધી ચાલશે. 3327 મતદાન કેન્દ્રો છે જેમાંથી 1100 જેટલા મતદાન કેન્દ્રો સંવેદનશીલ છે જ્યારે 28 મતદાન કેન્દ્ર અતિસંવેદનશીલ છે. લોકશાહીના પર્વમાં લોકો ભાગ લે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાતાઓને મતદાન કરવાની અપીલ કરી છે. ભાજપે કુલ 55 બેઠકો પર પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. આઈપીએફટીએ 6 સીટો પર ઉમેદવાર ઉતાર્યા છે. મમતા બેનર્જીની પાર્ટીએ 47 બેઠક પર મતદાન લડવાનું એલાન કર્યું છે જ્યારે કોંગ્રેસે 13 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. સવારથી મતદાન કેન્દ્રો પર લાઈન જોવા મળી રહી છે. ત્રિપુરાના મુખ્યમંત્રીએ પણ મતદાન કર્યું છે.

   









21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.