દેશની પ્રથમ લોકસભાની ચૂંટણીથી અત્યાર સુધીમાં મતદારો 6 ગણા વધ્યા, જો કે મતદાન ઘટ્યું


  • Published By :
  • Published Date : 2023-02-06 18:22:11

આ વર્ષે 9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જ્યારે 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ માટે કેન્દ્રીય ચૂંટણી પંચ તૈયારીમાં લાગ્યું છે. જો કે આ દરમિયાન સૌથી રસપ્રદ બાબત ચૂંટણી પંચનો રિપોર્ટ છે. જેમાં એ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારતમાં 1951થી અત્યાર સુધીમાં કુલ મતદારોમાં 6 ગણો વધારો જોવા મળ્યો છે. આ વર્ષે તે સંખ્યા 94.50 કરોડના આંકને વટાવી ગઈ છે.


વર્ષ 1951માં કેટલા મતદારો હતા?


વર્ષ 1951માં જ્યારે પ્રથમ સામાન્ય ચૂંટણી માટે મતદાર યાદી તૈયાર કરવામાં આવી હતી, ત્યારે ભારતમાં 17.32 મિલિયન મતદારોની નોંધણી હતી, અને ત્યારે 45.67% મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પાછલા અમુક વર્ષોથી નોંધાયેલા મતદારોની સંખ્યામાં ધીમે ધીમે વધારો થતો જોવા મળ્યો છે. આ પછી ચૂંટણીઓમાં તેમની ભાગીદારી પણ વધી છે. વર્ષ 1957ની સામાન્ય ચૂંટણીમાં નોંધાયેલા મતદારોની સંખ્યા 19.37 કરોડ હતી, જ્યારે 47.74 ટકા મતદારોએ મતદાન કર્યું હતું.


વર્ષ 2014-2019ની ચૂંટણીમાં શું સ્થિતી હતી 


વર્ષ 2014ની સામાન્ય ચૂંટણીમાં નોંધાયેલા મતદારોની સંખ્યા 83.40 કરોડ હતી અને મતદાનની ટકાવારી વધીને 66.44 થઈ હતી. વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીમાં 91.20 કરોડ નોંધાયેલા મતદારો હતા અને 67.40 ટકા મતદારો મતદાન કરવા માટે મતદાન મથકો પર પહોંચ્યા હતા. આ વર્ષે 1 જાન્યુઆરીએ કુલ મતદારોની સંખ્યા 94,50,25,694 હતી.


મતદાનને લઈ લોકોમાં નિરાશા


દેશમાં મતદાનને વઈ લોકોમાં નિરાશા વધી રહી છે. ચૂંટણી પંચે તેના રિપોર્ટમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં શહેરી મતદારોની ઉદાસીનતા તરફ ધ્યાન દોર્યું છે. આ વર્ષે ઘણા રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને આવતા વર્ષે સૂચિત લોકસભા ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચનો હેતુ મતદાનની ટકાવારી વધારવાનો છે. તેને લઈ આગામી લોકસભા ચૂંટણીમાં વધુને વધુ મતદારો મતદાન કરવા માટે પ્રેરાય તે માટે ચૂંટણી પંચ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. મતદાનની ટકાવારી 75 ટકા સુધી લઈ જવાની ચર્ચા વચ્ચે ચૂંટણી પંચે 30 કરોડ મતદારોનો મુદ્દો ઉઠાવ્યો જેઓ 2019ની લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા આવ્યા ન હતા. આ 30 કરોડ મતદારોની શ્રેણીમાં શહેરી વિસ્તારના લોકો, યુવાનો અને સ્થળાંતર કરનારાઓનો સમાવેશ થાય છે.


શહેરી, યુવાનો અને સ્થળાંતર કરનારાઓએ મતદાન ન કર્યું 


મતદાનની ટકાવારી 75 ટકા સુધી લઈ જવા માટે, ચૂંટણી પંચે તે 30 કરોડ મતદારોનો મુદ્દો ઉઠાવ્યો, કારણ કે 2019ની લોકસભા ચૂંટણીમાં એક તૃતીયાંશ મતદારો આવ્યા ન હતા. આ 30 કરોડ ગુમ થયેલા મતદારોની શ્રેણીમાં શહેરી વિસ્તારના લોકો, યુવાનો અને સ્થળાંતર કરનારાઓનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં શહેરી ઉદાસીનતા તરફ ધ્યાન દોર્યું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.