લોકશાહીના પર્વની આપણે આજે ઉજવણી કરી રહ્યા છીએ.. મતાધિકારનો ઉપયોગ કરી આપણે આપણા ગમતા ઉમેદવારને સંસદ સભ્ય બનાવી સંસદ મોકલીશું. ત્યારે ગુજરાતના રાણીપમાં પીએમ મોદી મતદાન કરવા માટે આવ્યા હતા. સામાન્ય રીતે લોકોને તેમને જોવાનો ઉત્સાહ હોય છે ત્યારે તે ઉત્સાહ આજે પણ લોકોમાં જોવા મળ્યો હતો.. પીએમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર હતા જ્યાં પીએમ મોદીએ મતદાન કર્યું તે સ્થળ પર... રાણીપની નિશાન શાળામાં તેમણે મતદાન કર્યું છે. ત્યાં હાજર લોકોમાં એટલો ઉત્સાહ હતો માત્ર પીએમ મોદીને જોવાનો..
ત્યાં આવેલા લોકોએ કહ્યું કે...
પીએમ મોદીને જોવા આવેલા લોકો સાથે જ્યારે જમાવટની ટીમે સવાલ કર્યા ત્યારે તેમણે કહ્યું કે પીએમ મોદી તેમને બહુ ગમે છે. તે તેમના પાડોશી છે તેવી વાત તેમણે કહી હતી.. વડનગરના પડોશી છે તે... જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કયા કામ તેમને ગમ્યા ત્યારે તેમણે કહ્યું કે બધા કામ તેમને ગમ્યા છે.. પીએમ મોદીને જોવા માટે આવેલા બીજા વ્યક્તિને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમને ખૂબ આનંદ થયો છે.. મુદ્દાઓને લઈ પણ સવાલ પૂછવામાં આવ્યો હતો. વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે ભાજપ 400 પાર ચોક્કસ કરશે..







પીએમ મોદી માટે લોકોએ કહી આ વાત
જ્યારે એક કાકાને પૂછવામાં આવ્યું પીએમ મોદી વિશે ત્યારે તેમણે કહ્યું કે પીએમ મોદી જે શાળામાં ભણ્યા છે તે શાળામાં તે ભણ્યા છે.. તેમણે કહ્યું કે પીએમ મોદી એક એવું વ્યક્તિત્વ છે જેમને જોવા માટે લોકો ખેંચાઈ જાય છે. જ્યારે અન્ય વ્યક્તિને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે મેઈન છે મોદી ભાઈ... કોઈએ ભગવાનના રૂપ તરીકે પીએમ મોદીને ગણાવ્યા. જ્યારે એક કાકીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે જ્યારે પીએમ મોદી નાના હતા ત્યારે તેમણે તેમને ચા પીવડાવી હતી. તેમણે કહ્યું કે પીએમ મોદી આજે આટલા ઉંચા પદ પર બેઠા છે તે જોઈને તેમને આનંદ થાય છે.. મહત્વનું છે કે આજે ત્રીજા તબક્કા માટેનું મતદાન થઈ રહ્યું છે..