દેશમાં વધુ પારદર્શક રીતે ચુંટણી યોજાય અને દરેક ભારતીય નાગરિક એના મતનો ઊપયોગ કરી શકે તે માટે ચુંટણી પંચે દરેક ભારતીય નાગરિકના આધાર કાર્ડ અને ચુંટણીકાર્ડ (EPIC) ને લિંક કરવાની મંજૂરી આપી છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે, એટલે કે મતદારો પોતાની મરજીથી તેમના ચુંટણીકાર્ડને આધાર સાથે લિંક કરી શકે છે. મતદારોને પોતાના બંને IDને લિન્ક કરે તે માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે જેથી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા વધારી શકાય.ચૂંટણીમાં થતી ધાંધલીની અટકાવવા મદદરૂપ થશે.
આધાર કાર્ડ સાથે મતદાર આઇડી લિંક કરવાથી ડુપ્લિકેટ મતદાર યાદીની સમસ્યા હલ થશે. ઘણી વખત એવું બને છે કે એક જ વ્યક્તિના નામે અલગ અલગ જગ્યાએ અનેક મતદાર ઓળખ કાર્ડ જારી કરવામાં આવે છે, જેના કારણે ચૂંટણી પ્રક્રિયામાં મૂંઝવણ ઊભી થાય છે. હવે, જ્યારે મતદાર ઓળખપત્રને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે, ત્યારે ચૂંટણી પંચ સરળતાથી ડુપ્લિકેટ મતદારો શોધી શકશે અને સાચી યાદી તૈયાર કરી શકશે.
આ ચૂંટણી પંચે ખાતરી આપી છે કે આધાર અને મતદાર આઇડીને લિંક કરતી વખતે ડેટા સુરક્ષા સંપૂર્ણપણે સુનિશ્ચિત કરવામાં આવશે. આધાર ડેટાનો ઉપયોગ ફક્ત મતદાર ઓળખ માટે જ કરવામાં આવશે અને અન્ય કોઈ હેતુ માટે તેનો ઉપયોગ કરવામાં આવશે નહીં. મતદારોના ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કમિશને ઉચ્ચતમ સુરક્ષા ધોરણો અપનાવ્યા છે.
ઓનલાઈન લિંકિંગ કરવા માટે હાલ સુવિધા ઉપલબદ્ધ છે.તમે તમારા મતદાર આઇડીને આધાર સાથે લિંક કરવા માંગતા હો, ભારતના ચૂંટણી પંચની વેબસાઇટની https://voters.eci.gov.in છે. અહીં તમારે તમારા મતદાર આઇ. ડીની વિગતો અને આધાર કાર્ડ નંબર ભરવો પડશે. આ પછી તમારું આધાર કાર્ડ તમારા મતદાર આઇ.ડી સાથે લિંક થઈ જશે. આ પ્રક્રિયા સરળ, ઝડપી છે અને ઘરેથી કરી શકાય છે.જો તમારી પાસે ઇન્ટરનેટની સુવિધા નથી અથવા ઓનલાઈન પ્રક્રિયામાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમે આધાર અને મતદાર ID ને ઓફલાઈન પણ લિંક કરી શકો છો. આ માટે તમારે તમારા નજીકના ચૂંટણી કાર્યાલય અથવા બૂથ લેવલ ઓફિસર (BLO) નો સંપર્ક કરવો પડશે. અહીં તમારે ફોર્મ 6 ભરવાનું રહેશે, જેમાં તમારે તમારા મતદાર ID અને આધાર કાર્ડની નકલો સબમિટ કરવાની રહેશે. આ પછી તમારું આધાર કાર્ડ મતદાર ID સાથે લિંક થઈ જશે.