ગણેશ વિસર્જન બાદ દરિયા કિનારે અનેક ગંદકી તેમજ કચરો જોવા મળે છે. પ્લાસ્ટીક,
પાણીની બોટલો સહીતનો કચરો નદી કિનારે ફરતો દેખાતો હોય છે. ત્યારે મુંબઈમાં રહેતા સ્વયંસેવકોએ
પોતાની ફરજ સમજી દાદર બીચને સાફ કરવાની જિમ્મેદારી ઉપાડી છે.
સ્વયંસેવકોએ સમજી પોતાની જવાબદારી
સમગ્ર દેશમાં ગણેશોત્સવ કાર્યક્રમની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવમાં આવી. મહારાષ્ટ્રમાં આ તહેવારો વિશેષ મહત્વ હોય છે. અનેક ભક્તો ચોથના દિવસથી અનંત ચતુર્દશીએ પોતાના ઘરે બાપ્પાની સ્થાપના કરેલા પ્રતિમાનું વિસર્જન કરે છે. મહોત્સવના અંતિમ દિવસે દરિયામાં પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. વિસર્જન કરી લોકો તો જતા રહે છે પણ કચરો ત્યાંનો ત્યાં જ રહી જાય છે. મુંબઈમાં રહેતા સ્વયંસેવકોએ પોતાની ફરજ સમજી દાદર બીચને સાફ કરવાની જિમ્મેદારી ઉપાડી છે.
ગંદકીને કારણે જળચર પ્રાણીઓને થાય છે નુકશાન
દરિયાના પાણીમાં પણ જીવો રહે છે. ત્યારે આપણે નાખેલા કચરાને
કારણે જીવોને ભારે તકલીફ પડે છે. ત્યારે પોતાની ફરજ સમજી સ્વયંસેવકો દરિયાને સાફ
કરવાની કામગીરી હાથ ધરી છે. આવી કામગીરીની લોકો પ્રશંસા કરી રહ્યા છે. આવા અનેક
સ્વયંસેવકોએ પણ પોતાની ફરજ સામે આવું જોઈએ.