વોડાફોન આઈડિયામાં ભારત સરકાર સૌથી મોટી શેરધારક, સરકારનો હિસ્સો વધીને 33.44 ટકા


  • Published By :
  • Published Date : 2023-02-08 14:56:45

સતત ખોટ કરતી કંપની વોડાફોન આઈડિયા (Vi)માં ભારત સરકાર સૌથી મોટી શેરધારક બનશે. ટેલિકોમ કંપનીએ કહ્યું છે કે વોડાફોન આઈડિયામાં સરકાર 33.44 ટકા હિસ્સો હશે. કંપનીએ જણાવ્યું હતું કે તેના બોર્ડે મંગળવારે શેરની ફાળવણીને મંજૂરી આપી છે. બાકી સ્પેક્ટ્રમ ચૂકવણી પર વ્યાજ અને બાકી AGRને NPVના શેરમાં રૂપાંતરિત થવાને કારણે આ શેર સરકાર પાસે આવશે. બ્રોકરેજ CLSAનો અંદાજ છે કે Viના સહ-પ્રમોટર્સ યુકેની વોડાફોન પીએલસી અને ભારતના આદિત્ય બિરલા ગ્રૂપ અનુક્રમે Viમાં 31.7% અને 18.2% હિસ્સો ધરાવશે. સરકારને શેરની ફાળવણી પછી, તેમની સંયુક્ત હોલ્ડિંગ લગભગ 50% હશે. હાલમાં, Vodafone UK અને ABGની Vi માં અનુક્રમે 47.61% અને 27.38% ની ભાગીદારી છે.


બોર્ડે આપી મંજૂરી


વોડાફોન આઈડિયાએ મંગળવારે સાંજે BSE ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, "બોર્ડે આજે તેની મીટિંગમાં રૂ. 10ની ફેસ વેલ્યુના 16,133,184,899 ઇક્વિટી શેરની રૂ. 10ની ઇશ્યૂ કિંમતે ફાળવણીને મંજૂરી આપી છે. આ શેરો કુલ રૂ. 161,331,848,990 એડજસ્ટ કરવાના બદલામાં ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટને આપવામાં આવશે. આ ફાળવણી બાદ કંપનીમાં સરકારનો હિસ્સો વધીને 33.44 ટકા થઈ જશે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..