અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. રિપબ્લિકન પાર્ટી તરફથી ચૂંટણી લડી રહેલા ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ પોતાની ઉમેદવારી છોડી દીધી છે. 38 વર્ષીય ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામીએ આ નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પ સામે આયોવા કોકસ હાર્યા બાદ લીધો છે. બાયોટેક ઉદ્યોગસાહસિકે જણાવ્યું હતું કે તેઓ આયોવા લીડઓફ કોકસમાં નિરાશાજનક હાર બાદ રિપબ્લિકન નોમિનેશન માટેના તેમના અભિયાનને સમાપ્ત કરી રહ્યા છે. રામાસ્વામીએ કહ્યું, "હું આજે રાત્રે સત્યને વળગી રહીશ. સત્ય મારા માટે ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ મારે સ્વીકારવું પડશે. મે તેના વિશે દરેક રીતે વિચાર્યું અને મને લાગે છે કે સત્ય એ છે કે અમે તે આશ્ચર્યજનક કામ કરી શક્યા નથી, જે અમે આજે રાત્રે આપવા માગતા હતા."
BREAKING: Trump crowd chants "VP VP VP" after Vivek gets done speaking. Trump says "he's going to be working with us for a long time" pic.twitter.com/NV8P6hKrET
— George (@BehizyTweets) January 17, 2024
બની શકે છે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ
BREAKING: Trump crowd chants "VP VP VP" after Vivek gets done speaking. Trump says "he's going to be working with us for a long time" pic.twitter.com/NV8P6hKrET
— George (@BehizyTweets) January 17, 2024આયોવા કોકસમાં વિવેક રામાસ્વામીનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક હતું, જે પછી તેમણે ઉમેદવારી પાછી ખેંચી લેવાનું શ્રેષ્ઠ માન્યું. જો કે, લોકોએ તેમના માટે VP-VP ના નારા લગાવ્યા. આનો અર્થ એ થયો કે ભીડ ઇચ્છતી હતી કે રામાસ્વામીને ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર બનાવવામાં આવે. ન્યૂ હેમ્પશાયરમાં રિપબ્લિકન ઉમેદવાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સ્ટેજ શેર કર્યું, જ્યારે ભીડે તેમના માટે VP-VP ના નારા લગાવવાનું શરૂ કર્યું. રામસ્વામીએ ટ્રમ્પના સમર્થનમાં ભાષણ પણ આપ્યું હતું. રામાસ્વામીનું ભાષણ પૂરું કર્યા બાદ ટ્રમ્પે તેમના વખાણ કર્યા અને કહ્યું કે તેઓ લાંબા સમય સુધી અમારી સાથે કામ કરશે. એટકિન્સન, ન્યૂ હેમ્પશાયરમાં ચૂંટણી ભાષણ આપતાં રામાસ્વામીએ કહ્યું, 'આ વ્યક્તિ (ટ્રમ્પ) આગામી રાષ્ટ્રપતિ બનશે.'