દિલ્હી એરપોર્ટ પર વિસ્તારા ફ્લાઇટના 2 પાઇલોટની સુઝબુઝથી મોટી દુર્ઘટના ટળી, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-08-23 18:00:09

દિલ્હી એરપોર્ટ પર બુધવારે સવારે બે વિસ્તારા ફ્લાઇટના પાઇલોટ્સ દ્વારા સમયસર પગલાં લેવામાં આવેલા પગલાના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. એક ફ્લાઈટ બાગડોગરા માટે અને બીજી અમદાવાદથી આવેલી ફ્લાઈટ લેન્ડિગ કરવાની હતી જો કે આ સંભવિત ટક્કરને બે પાઈલોટની સુઝબુઝે અટકાવી હતી. બંને પાઈલોટ વિમાનમાં મુસાફરી કરી રહેલા સેંકડો લોકોના જીવ બચાવ્યા હતા. દિલ્હી એરપોર્ટ પર વિસ્તારા એરલાઇન્સના એક એરક્રાફ્ટને ટેક ઓફ કરવાની મંજૂરી આપવામાં આવી હતી જ્યારે અન્ય એરક્રાફ્ટ લેન્ડિંગની પ્રક્રિયામાં હતું. ATC(એર ટ્રાફિક કંટ્રોલ)ની સૂચના બાદ ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી. 


કઈ રીતે મોટો અકસ્માત ટળ્યો

 

દિલ્હીથી બાગડોગરા જતી ફ્લાઈટ UK725 તાજેતરમાં જ ઉદ્ઘાટન કરાયેલા નવા રનવે પરથી ઉડાન ભરી રહી હતી. તે જ સમયે અમદાવાદથી દિલ્હીની વિસ્તારા ફ્લાઈટ બાજુના રનવે પર ઉતર્યા બાદ તે જ રનવેના છેડા તરફ આગળ વધી રહી હતી. "બંને ફ્લાઈટ્સ એક જ સમયે ક્લિયર થઈ ગઈ હતી પરંતુ ATCએ તરત જ નિયંત્રણ મેળવી લીધું હતું. ફરજ પરના ATC અધિકારીએ વિસ્તારાને ફ્લાઈટ રદ કરવા કહ્યું," એક જાણકાર અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે  ફ્લાઇટ કેન્સલ થયા બાદ દિલ્હી-બાગડોગરા ફ્લાઇટ તરત જ પાર્કિંગ એરિયામાં પાછી ફરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ફ્લાઇટમાં ફરીથી ઇંધણ ભરવામાં આવ્યું હતું, જેથી પાયલટને બાગડોગરા ખાતે ખરાબ હવામાનનો સામનો કરવો પડે તો એરક્રાફ્ટમાં દિલ્હી પરત ફરવા માટે પૂરતું ઇંધણ રહે. તેમજ બ્રેકીંગ સિસ્ટમ પણ ચેક કરવામાં આવી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?