વિશ્વનાથસિંહ વાઘેલાના 'કેસરિયા' થશે, વિશ્વનાથસિંહનો 'રાષ્ટ્ર પ્રેમ' જાગ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-06 12:17:38

ગુજરાત યુથ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ ગાંધીનગરના પ્રદેશ ભાજપના કમલમ ખાતે સીઆર પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરશે. વિશ્વનાથસિંહ વાઘેલા સહિત તેમના અનેક વિશ્વાસુ કોંગ્રેસના કાર્યકરો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે. કોંગ્રેસના નેતા વિનયસિંહ તોમરે પણ વિશ્વનાથસિંહ બાદ રાજીનામું ધરી દીધું હતું. આજે વિનયસિંહ તોમર પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. 


ભાજપમાં આવવાનું પહેલેથી જ હતું નક્કી  

ગુજરાત યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ 4 સપ્ટેમ્બરના રાહુલ ગાંધીને પત્ર લખી કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. પત્રકાર પરિષદ યોજી વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસ પ્રત્યેનો રોષ વ્યક્ત કર્યો હતો. 4 સપ્ટેમ્બરે સાંજે વિશ્વનાથસિંહ વાઘેલાની સીઆર પાટીલ, હર્ષ સંઘવી અને પ્રદીપસિંહ વાઘેલા સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ ગુજરાત પ્રવાસે હોવાના કારણે વિશ્વનાથસિંહે તેમની સાથે પણ મુલાકાત કરી હતી. 



કોણ છે વિશ્વનાથસિંહ વાઘેલા? 

વિશ્વનાથસિંહ વાઘેલા 2004થી કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIમાં જોડાયા હતા. વર્ષ 2010માં NSUI અમદાવાદ પ્રમુખ પદની ચૂંટણીમાં જીત મેળવી હતી અને ત્યારથી તેમણે કોંગ્રેસમાં યોગદાનને કારણે નેશનલ ડેલિગેટની ચૂંટણી, કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી અને કોંગ્રેસ યુવક પ્રદેશ પ્રમુખની ચૂંટણી જીતી હતી. 2016 અને 2021ની યુવક કોંગ્રેસની બંને ચૂંટણીમાં મિત્રો સાથે મળીને 1 કરોડ 70 લાખ રૂપિયા કોંગ્રેસને આપ્યા હતા તેવો તેમણે પત્રમાં દાવો કર્યો છે. 


કોંગ્રેસમાંથી રાજીનામું આપવાના કારણો

વિશ્વનાથસિંહ વાઘેલાએ પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે, કોંગ્રેસની ઓફિસમાં હવે સ્વતંત્રતા સેનાનીની જગ્યાએ ચોક્કસ નેતાઓના જ ફોટા લગાવાય છે અને ગુણગાન ગવાઈ રહ્યા છે. કોંગ્રેસ એક પરિવારની ભક્તિ માટે જ કામ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. વિશ્વનાથસિંહ વાઘેલાએ કહ્યું હતું કે તેની પાસેથી પૈસા લઈને વેચાતા પદો અપાયા છે. કોંગ્રેસ પક્ષમાં સિનિયર નેતાઓના આંતરિક જૂથવાદના કારણે કાર્યકર અને પક્ષને નુકસાન થયાની સ્પષ્ટતા કરી હતી. કોંગ્રેસના જ સિનિયર નેતાઓ વિશ્વનાથસિંહને ઉતારી પાડવાની કસમ ખાધી હોય તેવી રીતે તેની પાછળ પડી ગયા હોય તેવો આક્ષેપ કર્યો હતો.  


કોંગ્રેસના નેતાના 'કેસરિયા', હવે ઉંહ પણ નહીં કરી શકે વિશ્વનાથસિંહ વાઘેલા 

ચૂંટણી પહેલા ઘણા બદલાવો થવા જઈ રહ્યા છે ત્યારે વિશ્વનાથસિંહ વાઘેલા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ નેતાઓ પર દબાણ વઘી જતું હોય છે. એવું કહેવાતું હોય છે કે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જાય પછી અચાનક તે શિસ્ત શીખી જતા હોય છે. કોંગ્રેસના કેટલાય નેતા ભાજપમાં જોડાયા બાદ ભાજપના કેટલાય નેતા જે કોંગ્રેસના નેતાઓને ગાળો ભાંડતા હતા તે હવે વિશ્વનાથસિંહ જેવા નેતાનું ભાજપમાં સ્વાગત કરશે.    




અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.