કોંગ્રેસથી રાજીનામું આપી વિશ્વનાથસિંહ વાઘેલા ભાજપના થશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:42:47


ગઈકાલે વિશ્વનાથસિંહ વાઘેલાએ ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદે સહિત કોંગ્રેસના તમામ પદો પરથી રાહુલ ગાંધીને પત્ર લખી રાજીનામું આપી દીધું છે. ગઈકાલે વિશ્વનાથસિંહ વાઘેલાએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે બંધ બારણે મુલાકાત કરી હતી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદીપસિંહ વાઘેલા સાથે પણ વિશ્વનાથસિંહ વાઘેલાએ મુલાકાત કરી હતી. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ મહત્તમ નેતા ભાજપનો કેસરિયો ધારણ કરી લેતા હોય છે. વિશ્વનાથસિંહ વાઘેલા પણ ટૂંક સમયમાં ભાજપના નેતા થઈ જશે. 


કોંગ્રેસમાંથી રાજીનામું આપવાના કારણો

વિશ્વનાથસિંહ વાઘેલાએ પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે, કોંગ્રેસની ઓફિસમાં હવે સ્વતંત્રતા સેનાનીની જગ્યાએ ચોક્કસ નેતાઓના જ ફોટા લગાવાય છે અને ગુણગાન ગવાઈ રહ્યા છે. કોંગ્રેસ એક પરિવારની ભક્તિ માટે જ કામ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. વિશ્વનાથસિંહ વાઘેલાએ કહ્યું હતું કે તેની પાસેથી પૈસા લઈને વેચાતા પદો અપાયા છે. કોંગ્રેસ પક્ષમાં સિનિયર નેતાઓના આંતરિક જૂથવાદના કારણે કાર્યકર અને પક્ષને નુકસાન થયાની સ્પષ્ટતા કરી હતી. કોંગ્રેસના જ સિનિયર નેતાઓ વિશ્વનાથસિંહને ઉતારી પાડવાની કસમ ખાધી હોય તેવી રીતે તેની પાછળ પડી ગયા હોય તેવો આક્ષેપ કર્યો હતો.  


કોણ છે વિશ્વનાથસિંહ વાઘેલા? 

વિશ્વનાથસિંહ વાઘેલા 2004થી કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIમાં જોડાયા હતા. વર્ષ 2010માં NSUI અમદાવાદ પ્રમુખ પદની ચૂંટણીમાં જીત મેળવી હતી અને ત્યારથી તેમણે કોંગ્રેસમાં યોગદાનને કારણે નેશનલ ડેલિગેટની ચૂંટણી, કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી અને કોંગ્રેસ યુવક પ્રદેશ પ્રમુખની ચૂંટણી જીતી હતી. 2016 અને 2021ની યુવક કોંગ્રેસની બંને ચૂંટણીમાં મિત્રો સાથે મળીને 1 કરોડ 70 લાખ રૂપિયા કોંગ્રેસને આપ્યા હતા. વિશ્વનાથ સિંહ વાઘેલાએ 2004થી અત્યાર સુધી કોંગ્રેસના વિવિધ પદો પર સેવા આપી કોંગ્રેસના પક્ષની મદદ કરી છે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?