કૉંગ્રેસને તો 1969માં ગળું દબાવીને મારી નાખી: વિશ્વનાથસિંહ વાઘેલા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:44:08


વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસના વરિષ્ઠ નેતાના અસહયોગ અને પક્ષમાંથી સહયોગ ના મળવાના કારણો સાથે રાહુલ ગાંધીને પત્ર લખી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસની 18 વર્ષની સેવા બાદ વિશ્વનાથસિંહે પોતાને કોંગ્રેસ અને ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના પદથી મુક્ત કર્યા હતા. 


કોંગ્રેસમાંથી રાજીનામું આપવાના કારણો

વિશ્વનાથસિંહ વાઘેલાએ પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે, કોંગ્રેસની ઓફિસમાં હવે સ્વતંત્રતા સેનાનીની જગ્યાએ ચોક્કસ નેતાઓના જ ફોટા લગાવાય છે અને ગુણગાન ગવાઈ રહ્યા છે. કોંગ્રેસ એક પરિવારની ભક્તિ માટે જ કામ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. વિશ્વનાથસિંહ વાઘેલાએ કહ્યું હતું કે તેની પાસેથી પૈસા લઈને વેચાતા પદો અપાયા છે. કોંગ્રેસ પક્ષમાં સિનિયર નેતાઓના આંતરિક જૂથવાદના કારણે કાર્યકર અને પક્ષને નુકસાન થયાની સ્પષ્ટતા કરી હતી. કોંગ્રેસના જ સિનિયર નેતાઓ વિશ્વનાથસિંહને ઉતારી પાડવાની કસમ ખાધી હોય તેવી રીતે તેની પાછળ પડી ગયા હોય તેવો આક્ષેપ કર્યો હતો.  


કોણ છે વિશ્વનાથસિંહ વાઘેલા? 

વિશ્વનાથસિંહ વાઘેલા 2004થી કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIમાં જોડાયા હતા. વર્ષ 2010માં NSUI અમદાવાદ પ્રમુખ પદની ચૂંટણીમાં જીત મેળવી હતી અને ત્યારથી તેમણે કોંગ્રેસમાં યોગદાનને કારણે નેશનલ ડેલિગેટની ચૂંટણી, કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી અને કોંગ્રેસ યુવક પ્રદેશ પ્રમુખની ચૂંટણી જીતી હતી. 2016 અને 2021ની યુવક કોંગ્રેસની બંને ચૂંટણીમાં મિત્રો સાથે મળીને 1 કરોડ 70 લાખ રૂપિયા કોંગ્રેસને આપ્યા હતા. વિશ્વનાથ સિંહ વાઘેલાએ 2004થી અત્યાર સુધી કોંગ્રેસના વિવિધ પદો પર સેવા આપી કોંગ્રેસના પક્ષની મદદ કરી છે.


વિશ્વનાથસિંહ વાઘેલાની કોંગ્રેસને સલાહ

કોંગ્રેસ પક્ષ પર આક્ષેપ કરતા વિશ્વનાથસિંહે જણાવ્યું હતું કે આગામી 7 સપ્ટેમ્બરે કોંગ્રેસ ભારત જોડો યાત્રા લઈને જઈ રહ્યો છે ત્યારે અત્યાર સુધી કોંગ્રેસે શું કામ કર્યું હતું? કોંગ્રેસને શિખામણ આપતા વિશ્વનાથસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસને ભારત જોડો યાત્રા કરવા કરતા કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈએ.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.