એક તરફ લોકસભા ચૂંટણીની ચર્ચાઓ ચાલી રહી છે તો બીજી તરફ ગુજરાતમાં અનેક બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પેટા ચૂંટણી થવાની છે. પેટા ચૂંટણી પણ ગઠબંધન અંતર્ગત યોજાવાની છે તેવી માહિતી સામે આવી છે. વિસાવદરથી આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારને ઉતારશે તેવી માહિતી સામે આવી છે. વિસાવદરની પેટાચૂંટણી માટે આપમાંથી બે નામોની ચર્ચા થઈ રહી છે તે છે ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી. આજે આ અંગેની જાહેરાત પણ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવી શકે છે.
ઈસુદાન ગઢવી લડી શકે છે પેટાચૂંટણી
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વિજાપુરથી સી.જે.ચાવડાને ભાજપ પેટાચૂંટણી માટે ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી શકે છે તો ખંભાતથી ચિરાગ પટેલને ટિકિટ મળી શકે છે. વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપ ટિકિટ આપી શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે. તે ઉપરાંત વિસાવદરથી ભૂપત ભાયાણીને ઉમેદવાર તરીકે ઉતારી શકે છે ચૂંટણી મેદાને તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. વિધાનસભાની પેટાચૂંટણીમાં મતોનું વિભાજન ના થાય તે માટે કોંગ્રેસ અને આપ એકસાથે ચૂંટણી લડી શકે છે. એવી માહિતી સામે આવી છે કે ઈસુદાન ગઢવીને વિસાવદરથી આપ ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. વિસાવદરથી ઈસુદાન ગઢવી પેટા ચૂંટણી લડી શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. ગોપાલ ઈટાલિયાના નામની પણ ચર્ચા થઈ રહી છે.