રાજ્યના સરકારી અમલદારોની તોછડાઈથી સો કોઈ વાકેફ છે. રાજ્ય સરકારના ઉચ્ચ હોદ્દાઓ પર બેઠેલા અમલદારો તેમના હાથ નીચેના કર્મચારીઓ પર સતત રોફ ઝાડતા રહે છે. મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના TDO અશ્વિન પંડ્યાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તે હંગામી મહિલા કર્મચારી સાથે બીભત્સ વર્તન કરતા જોવા મળી રહ્યા છે. આ મહિલા કર્મચારીએ રજા માટે વિનંતી કરી તો તેમની રજા અરજી ફગાવી દઈને તાલુકા વિકાસ અધિકારીએ તેમની સાથે ગાળાગાળી કરી હતી. ઉલ્લેખનિય છે કે હાલ આ TDOની બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી થઈ ગઈ છે અને આ વીડિયો પણ 20 દિવસ જુનો હોવાનું કહેવાય છે.
મહીસાગર જિલ્લાના વિરપુર TDOનું મહિલા સાથે બીભત્સ વર્તન, વિડીયો વાયરલ થતા હાહાકાર#Mahisagar #mahisagartdo #employee #jamawat pic.twitter.com/dqLEayuNvc
— Jamawat (@Jamawat3) November 3, 2023
મહિલા કર્મચારીએ રજા માગતા TDO વિફર્યા
મહીસાગર જિલ્લાના વિરપુર TDOનું મહિલા સાથે બીભત્સ વર્તન, વિડીયો વાયરલ થતા હાહાકાર#Mahisagar #mahisagartdo #employee #jamawat pic.twitter.com/dqLEayuNvc
— Jamawat (@Jamawat3) November 3, 2023મનરેગામાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારી માંદગીની રજા બાદ હાજર થયા ત્યારે TDO અશ્વિન પંડ્યાએ તેમનો ઉધડો લીધો હતો. તેમણે મહિલા કર્મચારીનો રજા રિપોર્ટ ફગાવી દઈને બેફામ ગાળાગાળી કરી હતી. ઉચ્ચ અધિકારીએ એક મહિલા સાથે ગલીના મવાલીને પણ શરમાવે તેવી ભાષા વાપરી હતી. આ મહિલા લાચાર બનને તેમની ગાળો સાંભળતા જોવા મળે છે, હાલ તો આ TDO અશ્વિન પંડ્યા સાહેબની બદલી થઈ ગઈ છે, પણ તેમનો આ ગાળાગાળીનો વીડિયો મહીસાગર જિલ્લામાં ખૂબ વાયરલ થયો છે. લોકો તે સાંભળીને TDO સાહેબ પર ફિટકાર વરસાવી રહ્યા છે. એક તરફ રાજ્ય સરકાર મહિલાઓના માન સન્માન માટે અનેક કાર્યક્રમો કરી રહી છે ત્યારે આવા અધિકારીઓ મહીલાઓ સાથે અસભ્ય વર્તન કરી રહ્યા છે.