icc દ્વારા આજે 26 ઓક્ટોબરના દિવસે નવી ટી 20 રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. આ રેંકિંગમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને બમ્પર ફાયદો થયો છે. કોહલી બેટ્સમેનની રેકિંગમાં છ સ્થાનોની છલાંગ લગાવીને 9માં ક્રમે પહોંચી ગયા છે. કોહલીએ પાકિસ્તાન સામે અણનમ 82 રનની ઈનિંગ રમી હતી. કોહલીની આ મહેનત રંગ લાવી અને તેનું પરિણામ તેમની રેંકિંગમાં પણ જોવા મળ્યું છે.
કોહલીની મહેનત રંગ લાવી
એશિયા કપ 2022 પહેલા વિરાટ કોહલી રન માટે સંઘર્ષ કરી રહ્યો હતો. તેના કારણે કોહલી ગત ઓગસ્ટમાં રેંકિંગમાં 35માં સ્થાન સુધી પહોંચી ગયા હતા. કોહલી એક મહિનાના બ્રેક બાદ પરત ફર્યા બાદ જુના ફોર્મ પાછા આવ્યા છે, હવે કોહલીએ બે મહિના બાદ ટોપ-10માં સ્થાન મેળવી લીધું છે.