વિરાટ કોહલી આક્રમક ફોર્મમાં, 46મી ODI સદી ફટકારી, શુભમન ગિલની પણ કરિયરની પહેલી સદી


  • Published By :
  • Published Date : 2023-01-15 19:01:01

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી તેના જુના ફોર્મ પાછો ફર્યો છે. વિરાટ કોહલીએ આજે રવિવારે શ્રીલંકા સામેની ત્રીજી વન-ડેમાં સદી ફટકારી છે.  10 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 85 બોલમાં સદી ફટકારતાં જ કોહલીની ઈન્ટરનેશનલ કરિયરમાં આ 46મી સદી છે. છેલ્લી ચાર વન-ડેમાં વિરાટે ત્રીજી સદી ફટકારી છે. બાંગ્લાદેશ સામેની સિરીઝની છેલ્લી મેચમાં સદી ફટકાર્યા પછી વિરાટે શ્રીલંકા સામેની હાલની સિરીઝની પહેલી અને આજની ત્રીજી મેચમાં સદી ફટકારી છે. 


ભારતનો ટૉસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય 


કેરળના તિરુવનંતપુરમમાં શ્રીલંકા સામેની સિરીઝની આજે છેલ્લી મેચ રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત ઓવરમાં 5 વિકેટે 390 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ વિરાટ કોહલીએ 110 બોલમાં 166 રન બનાવ્યા હતા. તેમણે વન-ડે કરિયરની 46મી સદી ફટકારી હતી. યુવા ઓપનર શુભમન ગિલે 97 બોલમાં 116 રન કર્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ 49 બોલમાં 42 રન અને શ્રેયસ અય્યરે 32 રન કર્યા હતા. શ્રીલંકા તરફથી કસુન રજીથા અને લાહિરુ કુમારાને 2-2 વિકેટ, જ્યારે ચમિકા કરુણારત્નેને 1 વિકેટ મળી હતી.


શુભમન ગિલે કરિયરની પહેલી સદી ફટકારી


યુવા ઓપનર શુભમન ગિલે પોતાના વન-ડે કરિયરની પહેલી સેન્ચુરી ફટકારી છે. તેણે 89 બોલમાં સદી પૂરી કરી હતી. તે 97 બોલમાં 116 રને આઉટ થયો હતો. આ દરમિયાન તેણે વિરાટ કોહલી સાથે બીજી વિકેટ માટે 110 બોલમાં 131 રનની પાર્ટનરશિપ કરી હતી. તે જ પ્રકારે કેપ્ટન રોહિત શર્મા સાથે પણ શુભમન ગીલે 95 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. બન્નેએ 92 બોલનો સામનો કર્યો હતો. 


ભારત પાસે છે શ્રીલંકાને વ્હાઈટ વોશ કરવાની તક


યજમાન ભારત 3 મેચની વન-ડે સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ પર છે. ટીમ ઈન્ડિયા પાસે ચોથી વખત શ્રીલંકા સામે ક્લીન સ્વીપ કરવાની તક છે. તો, શ્રીલંકાની ટીમ મેચ જીતીને ICC સુપર લીગના પોઇન્ટ્સ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે રમી રહી છે. બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 19 બાઇલેટરલ વન-ડે સિરીઝ રમાઈ છે. ભારત 14 વખત અને શ્રીલંકા બે વખત જીત્યું હતું. જેમાંથી 3 સિરીઝ ડ્રો રહી હતી. 14માંથી 3 વખત, ભારતે શ્રીલંકા સામે ક્લીન સ્વીપ કરી છે. જો આજની મેચ જીતીશું તો ભારત વન-ડેમાં ચોથી વખત શ્રીલંકા સામે ક્લીન સ્વીપ કરશે. ભારતે ત્રીજી વનડેમાં શ્રીલંકા સામે એટલો મોટો સ્કોર કર્યો છે કે શ્રીલંકાની ટીમ માટે આ મેચ જીતવી લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ કાર્ય છે.





ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?