ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ એશિયા કપના સુપર-4માં પાકિસ્તાની બોલરની જબરદસ્ત ધુલાઈ કરી છે. વિરાટ કોહલીએ 84 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. વનડે ક્રિકેટમાં વિરાટ કોહલીની આ 47મી સદી છે. કોહલી ઇનિંગ્સના અંત સુધી અણનમ રહ્યો અને તેણે 122 રનની ઇનિંગ રમી હતી. 94 બોલનો સામનો કરતા તેણે પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા પણ ફટકાર્યા હતા.
સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો
આ ઈનિંગ દરમિયાન કોહલી વન ડે ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી 13 હજાર રન પૂરા કરનાર બેટ્સમેન બની ગયો. કોહલીએ આ મામલે ભારતના જ માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. સચિન તેંડુલકરે 321 ઇનિંગ્સમાં 13 હજાર રન પૂરા કર્યા હતા. જ્યારે વિરાટે આ સિદ્ધિ મેળવવા માટે માત્ર 267 ઇનિંગ્સ લીધી હતી.
A monumental achievement today as @imVkohli crosses the 13,000-run mark in ODIs! Your unwavering commitment and exceptional consistency in the game make you a true cricketing legend. Keep those runs flowing and continue making us proud! ???????? pic.twitter.com/qS1UIZXEa4
— Jay Shah (@JayShah) September 11, 2023
વન ડે ક્રિકેટમાં 13 હજાર રન
A monumental achievement today as @imVkohli crosses the 13,000-run mark in ODIs! Your unwavering commitment and exceptional consistency in the game make you a true cricketing legend. Keep those runs flowing and continue making us proud! ???????? pic.twitter.com/qS1UIZXEa4
— Jay Shah (@JayShah) September 11, 2023વન ડે ક્રિકેટમાં પોતાની 47મી સદી સાથે વિરાટ કોહલીએ સૌથી ઝડપી 13 હજાર રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. વિરાટ કોહલીએ પોતાની 278મી ODI મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. વિરાટ કોહલી ODIમાં 13 હજાર રન બનાવનાર 5મો બેટ્સમેન પણ બની ગયો છે. વિરાટ કોહલીથી આગળ ભારતના સચિન તેંડુલકર (18426), કુમાર સંગાકારા (14234), રિકી પોન્ટિંગ (13704) અને સનથ જયસૂર્યા (13430) છે.
પ્રેમદાસા મેદાન પર કોહલીની ચોથી સદી
આટલું જ નહીં વિરાટ કોહલીએ કોલંબોના પ્રેમદાસા મેદાન પર સતત ચોથી સદી ફટકારવાની સિદ્ધિ પણ મેળવી હતી. આ મામલે કોહલીએ દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન હાશિમ અમલાની બરાબરી કરી લીધી છે. તેણે સેન્ચુરિયન મેદાન પર વનડેમાં ચાર સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો.