BCCIનો મોટો નિર્ણય: કોહલી અને રાહુલ આફ્રિકા સિરિઝની ત્રીજી ટી-20માંથી બહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 18:35:04

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ટી20 સિરિઝ માંથી ભારતે પહેલી બે ટી20 જીતી લીધી છે. એટલે કે ભારતે આ સિરિઝ પર કબજો કરી લીધો છે અને હવે એક અંતિમ ટી 20 બાકી છે. જો કે  BCCI મહત્વનો નિર્ણય લેતા ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. વિરાટ કોહલી અને વાઈસ કેપ્ટન કેએલ રાહુલને સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટી-20માં આરામ આપવામાં આવ્યો છે. 


કેએલ રાહુલ  અને કોહલીને આરામ અપાયો


BCCIના સુત્રોએ જણાવ્યું  કે વિરાટ કોહલી અને કેએલ રાહુલ રાખીને તેને ત્રીજી ટી20માં આરામ આપવામાં આવ્યો છે. કોહલી આગામી ટી20 વર્લ્ડ કપમાં સારો દેખાવ કરે અને તેનું ફોર્મ પણ જળવાઈ રહે તે માટે તેને આરામની જરુર હતી તેથી તેને ત્રીજી મેચમાં આરામ આપવામાં આવ્યો છે. વિરાટ કોહલી અને કેએલ રાહુલ હવે 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે સીધા મેદાનમાં જોવા મળશે.


શ્રેયસ અય્યરને ટીમમાં સ્થાન મળ્યું 


વિરાટ કોહલી અને કેએલ રાહુલને આરામ આપ્યા બાદ શ્રેયસ અય્યરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. એટલે કે ત્રીજી ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 જોવા મળી શકે છે. બંને ટીમો વચ્ચે સિરીઝની છેલ્લી ટી-20 મેચ ઇન્દોરમાં રમાશે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?