સોશિયલ મીડિયા પર છવાયો વિરાટ, 5 કરોડ ફોલોઅર્સ ધરાવનારો પ્રથમ ક્રિકેટર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 18:27:27

ક્રિકેટના મેદાન પર અનેક કીર્તિમાન રચનારા પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ સોશિયલ મિડીયા પર નવો રેકોર્ડ સ્થાપ્યો છે. 

વિરાટ કોહલી ટ્વિટર પર 50 મિલિયન (5 કરોડ ) ફોલોઅર્સ ધરાવનારો પ્રથમ ક્રિકેટર બન્યો છે. 33 વર્ષીય જમણેરી બેટ્સ મેન દુનિયામાં સૌથી વધુ ફોલો થનાર ક્રિકેટર છે. 211 મિલિયન ફોલોઅર્સ સાથે કોહલી ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો થનાર સ્પોર્ટ્સપર્સનની યાદીમાં ત્રીજા સ્થાને છે.


વિરાટની આગળ માત્ર 4 ખ્યાતનામ હસ્તીઓ

વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ મામલે વિશ્વની તમામ ખ્યાતનામ હસ્તીઓને પાછળ રાખી દીધી છે. પરંતું હજુ પમ દુનિયામાં એવી 4 લોકો છે જે વિરાટથી આગળ છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, (476 મિલિયન), કાઈલી જેનર (366 મિલિયન), સેલેના ગોમ્સ (342 મિલિયન) અને ડ્વેન જોન્સન (334 મિલિયન) ફોલોઅર્સ ધરાવે છે અને તે કોહલીથી પણ આગળ છે.


વિરાટ કોહલીએ 1020 દિવસ પછી ફટકારી સદી

પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ 2 વર્ષ 9 મહિના અને 16 દિવસ પછી એટલે કે 1020 દિવસ પછી સેન્ચુરી મારી હતી. તેણે શાનદાર રીતે ફોર્મમાં પરત ફરતાં અફઘાનિસ્તાન વિરુદ્ધ એશિયા કપની ગ્રૂપ મેચમાં દુબઈ ખાતે  61 બોલમાં 122* રનની જોરદાર ઇનિંગ્સ રમી. તેણે પોતાની ઇનિંગ્સ દરમિયાન 200ની સ્ટ્રાઇક રેટથી રમતા 12 ફોર અને 6 સિક્સ મારી હતી.


કોહલીની આ T20 ઇન્ટરનેશનલમાં પ્રથમ સદી હતી. આ સાથે જ તેણે આ ફોર્મેટની એક જ ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવવાનો રોહિત શર્માનો રેકોર્ડ પણ તોડ્યો છે. અગાઉ રોહિતે 2017માં શ્રીલંકા વિરુદ્ધ ઇન્દોર ખાતે 118 રન બનાવ્યા હતા.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?