વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામેની મેચમાં વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. તે ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવનાર પ્લેયર બની ગયો છે. તેણે શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્ધનેને રેકોર્ડ તોડ્યો છે. જયવર્ધનેએ ટી-20 વર્લ્ડ કપમાં 31 ઇનિંગ્સમાં 1016 રન બનાવ્યા છે. કોહલીએ 23 ઇનિંગ્સમાં આ આ રેકોર્ડ તોડી નાખ્યો છે.
કોહલીએ બાંગ્લાદેશ સામેની મેચમાં સાતમી ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે તસ્કીન અહમદના પાંચમાં બોલ પર એક રન લઇને ટી-20 વર્લ્ડ કપમાં પોતાના 1017 રન પુરા કર્યા હતા.
ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધારે રન
ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવરનાર ટોપ-5 બેટ્સમેનમાં બે ભારત અને બે શ્રીલંકાના છે. પ્રથમ સ્થાને વિરાટ કોહલી (1033 રન) છે. આ પછી મહેલા જયવર્ધને (1062 રન), ક્રિસ ગેઇલ (965 રન), રોહિત શર્મા (921 રન) અને તિલકરત્ને દિલશાન (897 રન) છે.
વિરાટ કોહલીના અણનમ 64 રન
બાંગ્લાદેશ સામે વિરાટ કોહલીએ અણનમ 64 રન બનાવ્યા હતા. કોહલીએ 44 બોલમાં 8 ફોર 1 સિક્સર સાથે અણનમ 64 રનની ઇનિંગ્સ રમી હતી.