વિરાટ અને અનુષ્કા ઋષિકેશ પહોંચ્યા, દયાનંદ આશ્રમમાં આયોજીત યજ્ઞમાં ભાગ લેશે અને ભંડારો કરશે


  • Published By :
  • Published Date : 2023-01-31 20:19:37

ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેટ્સમેન વિરાટ કોહલી મહાપુરુષોના આશીર્વાદ લેવા સંતો અને મહાત્માઓની નગરી ઋષિકેશ પહોંચી ગયો છે. તેની સાથે  પત્ની અને ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા પણ છે. તેઓ સોમવારે ઋષિકેશ પહોંચ્યા હતા.


દયાનંદ આશ્રમની લીધી મુલાકાત 


વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી સાથે ધાર્મિક યાત્રા પર છે. કોહલી અને અનુષ્કા ન્યુઝીલેન્ડ સામેની વનડે શ્રેણી બાદ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા વિરામ દરમિયાન ઋષિકેશ પહોંચ્યા હતા. આ દરમિયાન બંને સ્વામી દયાનંદ સરસ્વતીના આશ્રમની મુલાકાત લીધી હતી. વિરાટ-અનુષ્કાએ આશ્રમમાં પહોંચ્યા બાદ બંનેએ બ્રહ્મલિન દયાનંદ સરસ્વતીની સમાધિના દર્શન કર્યા હતા. બંનેએ ગુરુની સમાધિ પર ફૂલ ચઢાવીને ધ્યાન પણ કર્યું હતું.


ગંગા આરતી કરી  


વિરાટ-અનુષ્કા ગંગા ઘાટ પહોંચ્યા અને સંતો અને પંડિતો સાથે ગંગા આરતી કરી અને મા ગંગાના આશીર્વાદ લીધા. તેમની સાથે તેમના યોગ ટ્રેનર પણ આશ્રમમાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા મંગળવારે પણ ઋષિકેશમાં જ રહેશે. આ દરમિયાન તેઓ આશ્રમમાં યોજાનારા હવન-યજ્ઞમાં ભાગ લેશે. આ પછી તેમના તરફથી ભંડારાનું આયોજન કરવામાં આવશે અને લોકોને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.


આશ્રમનું સાદુ ભોજન લીધું


વિરાટ કોહલી અને અનુષ્કાએ દયાનંદ આશ્રમના પ્રમુખ સ્વામી સાક્ષાતકૃતા નંદ મહારાજના આશીર્વાદ પણ લીધા હતા. તેમણે રાત્રી રોકાણ પણ આશ્રમમાં જ કર્યું હતું. વિરાટ કોહલી,અનુષ્કા અને તેમનીએ આશ્રમના રસોડામાં તૈયાર કરેલું સાદુ ભોજન લીધું હતું. આશ્રમના સાધુ-સંતો સાથે બેસીને તેમણે રોટલી, શાક, ખીચડી અને કઢીનું ભોજન કર્યું હતું. આ ઉપરાંત આશ્રમમાં ચાલતા નિયમિત યોગ ક્લાસમાં પણ વિરાટ અને અનુષ્કા જોડાયા હતા.


ફેન્સને વીડિયો બનાવતા રોક્યો


દયાનંદ આશ્રમમાં વિરાટ કોહલીએ ફેન્સ સાથે વાતચીત કરી અને ઓટોગ્રાફ પણ આપ્યા હતા. જો કે આ દરમિયાન એક ચાહક વીડિયો બનાવતો હતો. વિરાટે તેને આવું કરતા રોક્યો હતો. તેણે  યાદ  દેવડાવ્યું કે આ ધાર્મિક સ્થળ છે. વિરાટે કહ્યું કે "ભાઈ આ આશ્રમ છે, વીડિયો ન બનાવીશ" 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?