અમદાવાદ ટેસ્ટમાં વિરાટ કોહલીએ ફટકારી સદી, પત્ની અનુષ્કાએ આ ખુલાસો કરી સૌને ચોંકાવ્યા


  • Published By :
  • Published Date : 2023-03-12 18:14:34

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી અમદાવાદ ટેસ્ટમાં ફરી એકવાર ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીનો વિન્ટેજ લુક જોવા મળ્યો છે. તેણે તેના જૂના દિવસોની જેમ કાંગારૂઓ સામે જબરદસ્ત સદી ફટકારી છે. તેની સદીની ચર્ચા આ સમયે સમગ્ર ક્રિકેટ જગતમાં થઈ રહી છે. આ સાથે હવે તેની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ પણ સોશિયલ મીડિયા પર એક સ્ટોરી શેર કરીને વિરાટના વખાણ કર્યા છે. તેણે મોટો ખુલાસો કર્યો છે કે કોહલી બીમારીમાં રમી રહ્યો છે.


અનુષ્કા શર્માએ કર્યો આ ખુલાસો


અમદાવાદમાં વિરાટ કોહલીએ સદી ફટકાર્યા બાદ બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ વિરાટ કોહલી બીમાર હોવાનો ખુલાસો કર્યો છે. તેણે વિરાટ કોહલીની સદીનો વિડિયો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો અને તેના પર લખ્યું, 'બીમારીમાં પણ આ ધીરજ સાથે રમવું, મને હંમેશા પ્રેરણા આપે છે.'



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે