હાલ આઈપીએલની મેચ ચાલી રહી છે. ગઈકાલે રોયલ ચેલેન્જર્સ અને લખનઉ સુપર જાયન્ટસ વચ્ચે રમાઈ હતી. લખનઉના ઈકાના સ્ટેડિયમમાં બંને ટીમ વચ્ચે મેચ યોજાઈ હતી. ત્યારે મેચ પૂર્ણ થયા બાદ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બંને વચ્ચે થયેલી ચર્ચા એટલી ઉગ્ર બની કે અન્ય ખેલાડીઓએ મામલો શાંત કરવા વચ્ચે ઉતરવું પડ્યું હતું.
રોયલ ચેલેન્જર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે હતી મેચ!
મેચ દરમિયાન વિરાટ કોહલી એકદમ એક્ટિવ દેખાયા હતા. બંને વચ્ચે થયેલી બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મેચ દરમિયાન વિરાટ કોહલીએ અનેક કેચ પકડ્યા હતા. આની પહેલા પણ જ્યારે બંને ટીમો વચ્ચે મેચ થઈ હતી ત્યારે પણ બંને ખેલાડીઓ વચ્ચે ટશન થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. લખનઉની ટીમે છેલ્લા બોલમાં બેંગ્લોરને હરાવી હતી. તે બાદ ગંભીરની ક્રાઉડ સાથે બોલાચાલી થઈ હતી. તે બાદ ફરી એક વખત ગઈકાલે બંને ટીમ વચ્ચે ટક્કર થઈ હતી.
મામલો શાંત કરવા અનેક ખેલાડીઓ વચ્ચે પડ્યા!
સોશિયલ મીડિયા પર બંને વચ્ચે થયેલી લડાઈનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મેચ દરમિયાન કોહલી અને નવીનની બોલાચાલી હતી. બોલાચાલી વધતા લખનઉ ટીમના અમિત મિશ્રા અને બેંગ્લુરૂ ટીમના કેપ્ટન પણ બચાવ માટે વચ્ચે પડયા હતા. ગૌતમ ગંભીરની સાથે ચર્ચા પછી વિરાટ કોહલી લોકેશ રાહુલની સાથે વાતચીત કરતા દેખાયા હતા. આ દરમિયાન વાતચીતથી સ્પષ્ટ લાગી રહ્યું હતું કે તેઓ આ ઘટના અંગે જ વાત કરતા હતા.
ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચે થઈ બબાલ!
જો આખા મામલાની વાત કરીએ તો નવીન અને કોહલી વચ્ચે મેદાન પર થોડી વાત થઈ હતી. મામલો વધતા મિશ્રાએ મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો અને કોહલીને અલગ કરી દીધો હતો. પરંતુ કોહલી સતત કંઈક કહેતો રહ્યો. આ દરમિયાન અમ્પાયરે તેની સાથે વાત પણ કરી હતી. મેચ પૂર્ણ થયા બાદ ગંભીર અને કોહલીએ એકબીજા સાથે હાથ મિલાવ્યા અને આગળ વધ્યા. આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. અહીંથી મામલો વધુ ઉગ્ર બન્યો. થોડા સમય બાદ ગંભીર આવે છે. કોહલી અને ગંભીર વચ્ચે થઈ હતી. મોહસીલ ખાને તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અટકતો નથી. તે કોહલી નજીક આવે છે અને બંને વચ્ચે થોડી વાતો થઈ. ચર્ચા દરમિયાન ગંભીર ગુસ્સામાં દેખાતા હતા. મહત્વનું છે કે આઈપીએલ 2013માં પણ બંને વચ્ચે આવી જ રીતે ઝઘડો થયો હતો.