જીમમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો ‘ડાન્સ પે ચાન્સ’! ડાન્સની વચ્ચે એવું તો શું થયું કે ચાલુ ડાન્સમાં હસી પડી અનુષ્કા!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-24 15:14:05

વિરાટ અને અનુષ્કાના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ટ્રેન્ડ થઈ રહ્યો છે. પંજાબી સોન્ગ પર ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા નો કુલ ડાન્સ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર મસ્તીનો વીડિયો પોસ્ટ કર્યો છે અને એ સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

 

સોશિયલ મીડિયા પર છવાયા વિરાટ-અનુષ્કા1

સોશિયલ મીડિયા પર અનુષ્કા અને વિરાટનો ડાન્સ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. જીમમાં બંનેએ સ્વેગ સાથે ડાન્સ કર્યો હતો. સ્વેગ સાથે કપલ આગળ વધ્યું હતું અને આગળ આવીને ડાન્સ શરૂ કર્યો હતો. કેમેરાની સામે મેચિંગ સ્ટેપ્સ પર ડાન્સ કરવા લાગ્યા. આ ડાન્સમાં અનુષ્કા સફેદ પ્રિન્ટેડ શર્ટ અને ફેડેડ બ્લુ જીન્સમાં જોવા મળી હતી, જ્યારે વિરાટે બ્લેક ટી શર્ટ અને ગ્રે પેન્ટ પહેર્યું હતું. કપલે એકસાથે જોરદાર રીતે ડાન્સ કર્યો હતો અને તેમનો વીડિયો ઈન્ટરનેટ પર છવાઈ રહ્યો છે. 


યુઝર્સને પસંદ આવી રહ્યો છે કપલનો ક્યુટ ડાન્સ!

આ વીડિયોમાં મજેદાર વાત એ હતી કે વિરાટે વચ્ચેથી ડાન્સ કરવાનો બંધ કરી દીધો હતો. વિરાટે અચાનક ડાન્સ બંધ કર્યો જે બાદ અનુષ્કા હસવા લાગી હતી. આ વીડિયો પોસ્ટ કરતા અનુષ્કાએ લખ્યું કે ડાન્સ પે ચાન્સ.. બંનેના ફેનને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે. અનેક લોકોએ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી હતી. અનેક હસ્તીઓએ તેમના વીડિયોને લાઈક કરી હતી. તમે શું કહેશો બંનેના ડાન્સ વિશે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?