મહાદેવજીના શરણે આજ કાલ અનેક ક્રિકેટરો જઈ રહ્યા છે. થોડા સમય પહેલા કેએલ રાહુલ પોતાની પત્ની અશિયા શેટ્ટી સાથે મહાકાલના દર્શને પહોંચ્યા હતા. તો તેની પહેલા અક્ષર પટેલ પોતાની પત્ની મેહા સાથે મહાકાલના દર્શને પહોંચ્યા હતા. તો આજે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્મા મહાકાલના શરણે ગયા હતા. વિરાટ કોહલીએ ધોતી અને રુદ્રાક્ષની માળા પહેરી હતી જ્યારે અનુષ્કા શર્માએ પણ સાડી પહેરી હતી. મહત્વનું છે કે 9 માર્ચથી અમદાવાદમાં મેચ યોજાવાની છે.
અનેક ક્રિકેટરો પહોંચ્યા હતા મહાકાલના દર્શન માટે
ઘણા સમયથી ભારતીય ટીમના ક્રિકેટરો મહાકાલના દર્શન માટે જઈ રહ્યા છે. ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ પોતાની પત્ની અને બોલિવુડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી સાથે મહાકાલના દર્શન માટે પહોંચ્યા હતા. તે પહેલા અક્ષર પટેલ પોતાની પત્ની મેહા સાથે દર્શન માટે પહોંચ્યા હતા. ત્યારે મહાકાલના શરણે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહોંચ્યા છે. શનિવાર સવારે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા દર્શન માટે પહોંચ્યા હતા. સવારે થતી ભસ્મ આરતીનો લાભ પણ તેમણે લીધો હતો.
ભસ્મ આરતીમાં વિરાટ અને અનુષ્કાએ લીધો ભાગ
કલાક-દોઢ કલાક જેટલો સમય બંને મંદિરમાં બેઠા હતા. આરતી બાદ મંદિરના ગર્ભગૃહમાં જઈ પૂજા કરી હતી. વિરાટ કોહલીએ ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરી હતી. મસ્તક પર ચંદનનો ત્રિપુંડ કર્યું હતું. અનુષ્કા શર્માએ પણ સાડી પહેરી હતી. વિરાટ અને અનુષ્કા શર્માએ નવા વર્ષની શરૂઆત વૃંદાવનમાં કરી હતી. વૃંદાવન ખાતે આવેલા બાબા નીમ કરોલી આશ્રમ પહોંચ્યા હતા.