વિરમગામના ધારાસભ્ય Hardik Patelને સુરત કોર્ટે નિર્દોષ જાહેર કર્યા, જાણો શું હતો સમગ્ર મામલો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-19 14:38:25

વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને સુરત કોર્ટે મોટી રાહત આપી છે. સરથાણા વિસ્તારમાં નોંધાયેલા કેસમાં સુરત કોર્ટે હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યા છે. જે કેસમાં ધારાસભ્યને રાહત મળી છે તે 2017માં નોંધવામાં આવ્યો હતો. વિગતવાર વાર કરીએ તો પાટીદાર અનામત આંદોલન વખતે પરમિશન ન હોવા છતાંય કિરણ ચોક પર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં તેમણે સરકાર વિરૂદ્ધ આકરા ભાષણો આપ્યા હતા. આ કેસને લઈ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બંને પક્ષોની દલિલોને સાંભળ્યા બાદ કોર્ટે ચૂકાદો સંભળાવ્યો છે અને ધારાસભ્યને નિર્દોષ જાહેર કર્યા છે.     

    

સુરત કોર્ટે હાર્દિક પટેલને નિર્દોષ કર્યા જાહેર 

સમગ્ર કેસની વાત કરીએ તો વર્ષ 2017માં જ્યારે વિધાનસભા ઈલેક્શન યોજાયું હતું તે વખતે સુરતના યોગીચોક ખાતે પાટીદાર અનામત આંદોલન માટેની જન ક્રાંતિ રેલી યોજાઈ હતી. આ રેલી અંગેની પરમિટ લેવામાં ન આવી હતી ઉપરાંત રેલી દરમિયાન સરકાર પર હાર્દિક પટેલે આકરા પ્રહાર કર્યા હતા. તે વખતે એટલે 2017માં સરથાણા વિસ્તારમાં તેમના વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસને લઈ સુરત કોર્ટે મહત્વનો નિર્ણય લેતા વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યા છે. 15 હજારના જામીન ભરવામાં આવ્યા છે. 


હાર્દિક પટેલે ચૂકાદા બાદ આપી પ્રતિક્રિયા 

કોર્ટનો ચુકાદો આવ્યા બાદ હાર્દિક પટેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. પ્રતિક્રિયા આપતા હાર્દિક પટેલે કહ્યું કે સત્યનો હંમેશા વિજય થતો હોય છે. વર્ષ 2017ના કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. ન્યાયિક પ્રક્રિયા ઉપર અમને સંપૂર્ણ ભરોસો હતો. ન્યાયિક પ્રક્રિયાનો હું હૃદય પૂર્વક આભાર માનું છું.   



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...