Viral Video : ઈડરની મહિલાઓ પહોંચી દેશી દારૂના અડ્ડે, પછી જે દ્રશ્યો સર્જાયા તે તમને ચોંકાવી દેશે! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-16 18:07:04

ગુજરાતમાં દારૂ બંધી છે તેવી વાતો, તેવા દાવાઓ કાગળ પૂરતા સીમિત હોય તે કહીએ તો અતિશયોક્તિ ન કહેવાય. કારણ કે અવાર નવાર એવા કિસ્સાઓ, એવા વીડિયો સામે આવતા હોય છે જે આ દાવાને પોકળ સાબિત કરે છે. કોઈ વખત પોલીસકર્મી દારુના નશામાં ઝડપાય છે તો કોઈ વખત રાજાપાઠમાં શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવવા શાળાએ પહોંચે છે. કોઈ વખત નશાની હાલત ચૂર થયેલી મહિલા રસ્તા પર ગેરવર્તન કરે છે. ત્યારે એવા દ્રશ્યો સામે આવ્યા છે જે બિરદાવવા લાયક છે! સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મહિલાઓએ દારૂના જથ્થાનો નાશ કર્યો છે. હાટડી પર જઈ દારૂનો નાશ કરી દારૂની રેલમછેલ કરી દીધી. 

મહિલાઓ બને છે અત્યાચારનો ભોગ!

જ્યારે કોઈ માણસ નશાની હાલતમાં હોય છે ત્યારે તે શું કરી રહ્યો છે તેનું ભાન તેને નથી હોતુ. નશાની હાલતમાં જ્યારે પૂરૂષ આવે છે ત્યારે અનેક વખત મહિલાઓ પર તે અત્યાચાર, મહિલાઓ પર હાથ ઉપાડતો હોય છે. મહિલા હિંસાનો શિકાર બનતી હોય છે. દારૂ બંધી વાળા રાજ્ય ગણાતા ગુજરાતમાં અનેક એવી જગ્યાઓ છે, અનેક એવા અડ્ડા છે જ્યાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. અનેક વખત તો પોલીસને પણ જગ્યાની જાણ હોય છે પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. દારૂના અડ્ડા પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવતી નથી જેને કારણે બુટલેગરો બેફામ બની, બે ફિર બની દારૂનું વેચાણ કરતા હોય છે. 



મહિલાઓએ રેડ કરી દારૂના જથ્થાનો કર્યો નાશ 

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં દારૂના અડ્ડા પર જઈ દારૂનો નાશ કરવામાં આવ્યો છે. જ્યારે દારૂનો નાશ કરવામાં આવ્યો ત્યારે દારૂની રેલમછેલ જોવા મળી હતી. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે આ રેડ પોલીસ દ્વારા નહીં પરંતુ મહિલાઓ દ્વારા કરવામાં આવી છે. મહિલાઓ દારૂના અડ્ડા પર પહોંચી હતી અને અડ્ડા પર રહેલા દારૂને નાખી દીધો હતો. દારૂની નદીઓ વહી રહી હતી. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે ઈડરનો હોવાનું અનુમાન છે. ઝાડની પાછળ રાખેલા દારૂને શોધી કાઢ્યો હતો અને તેનો નાશ કરવામાં આવ્યો હતો. મહિલાઓ રણચંડી બની હતી.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.