વિપુલ ચૌધરી માટે અર્બુદા સેના લડી લેવાના મૂડમાં, ચૌધરી સમાજે શરૂ કર્યું જેલભરો આંદોલન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 13:08:42

દુધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીની અટકાયતને લઈ ચૌધરી સમાજમાં ભારે રોષ છે. ચૌધરી સમાજ હવે એક થઈને વિપુલ ચૌધરીના સમર્થનમાં આવ્યો છે અને સરકાર સામે રીતસર લડી લેવાના મૂડમાં છે. વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાએ આજથી જેલભરો આંદોલન શરૂ કર્યું છે. પાટણ અને બનાસકાંઠાના વિવિધ ભાગોમાં અર્બુદા સેનાના કાર્યકરો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા.


અર્બુદા સેનાના કાર્યકરોની પોલીસે કરી અટકાયત


પોલીસે વડગામ અને પાલનપુરમાં વિપુલ ચૌધરીના સમર્થનમાં આવેલા 25 આગેવાનોની અટકાયત કરી છે. અર્બુદા સેનાના ધરણાં અને વિરોધને લઈને જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અલર્ટ મોડ પર છે. પાટણના સૂજનીપુર જેલમાં અત્યારસુધી 100 લોકોની અટકાયત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે અર્બુદા સેના દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન ઉપરાંત ધરણા, સામુહિક ઉપવાસ કરવામાં આવ્યા હતા. 



ચૌધરી સમાજના આંદોલનથી ભાજપને ચૂંટણીમાં નુકસાન થઈ શકે


વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેના દ્વારા એક પત્ર વાઈરલ થયો હતો. જેમાં સમાજના લોકોને વિપુલ ચૌધરીને આગામી દિવસોમાં જેલમાંથી મુક્ત કરાવવા માટે અર્બુદા સેના દ્વારા આંદોલન વિશે માહિતી આપી હતી. ચૌધરી સમાજના વિરોધ પ્રદર્શનને જોતા સરકાર સામે પણ મોટો પડકાર ઉભો થયો છે. ર્બુદા સેનાના પ્રદેશ પ્રવક્તા હરજીત ચૌધરીએ કહ્યું હતું કે સરકાર જો આ તમામ વિરોધ પછી પણ અમારી વાત નહીં માને તો ચૂંટણીમાં ચૌધરી સમાજની તાકાત અમે બતાવીશું.



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.