સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરીને રાહત મોટી રાહત, મહેસાણા સેસન્સ કોર્ટે 7 વર્ષની સજા પર આપ્યો સ્ટે


  • Published By :
  • Published Date : 2023-07-21 17:40:45

દુઘ સાગર ડેરીના સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરીને મહેસાણા સેસન્સ કોર્ટે મોટી રાહત આપી છે. રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને 7 વર્ષની સજા પર સેસન્સ કોર્ટે સ્ટે આપ્યો છે. વિપુલ ચૌધરી ઉપરાંત 15 આરોપીની સજા પર પણ સ્ટે આપ્યો છે. મહેસાણા સેસન્સ કોર્ટે 50 હજારના બોન્ડ પર જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો છે. સાગરદાણ કૌભાંડમાં કુલ 22 આરોપીઓ છે જે પૈકી 3ના મૃત્યુ થયા છે. 2013ના વર્ષમાં રૂ.22.50 કરોડનું સાગરદાણ મહારાષ્ટ્રમાં મોકલાવ્યું હતું. 2014માં વિપુલ ચૌધરી સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી હતી. સાગરદાણ કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 21 હજાર પાનાની ચાર્જશીટ દાખલ થઈ હતી. આ કેસના 19 આરોપી દોષિત સાબિત થયા હતા અને વિપુલ ચૌધરીને કોર્ટે 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.


સાગર દાણ કૌંભાડ શું છે?


દૂધસાગર ડેરીમાંથી મહારાષ્ટ્રમાં સાગરદાણ મોકલવામાં આવ્યું હતું. આ સાગરદાણ અંગે કોઈ પણ જાતની મંજૂરી લીધા વીના જ મહારાષ્ટ્રની વર્ષ 2013માં મહાનંદા ડેરીને મોકલવામાં આવ્યું હતું. જેના કારણે દૂધસાગર ડેરીને રૂપિયા 22 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું. વિપલ ચૌધરી પર આરોપ છે કે, તેમને NDDBના ચેરમેન બનવાની ઈચ્છા હતી. જેથી તત્કાલિન કૃષિમંત્રીને સારુ લગાડવા માટે સાગરદાણ મોકલ્યા હતા. તે સમયે તત્કાલિન કૃષિમંત્રી પદે શરદ પવાર હતા. સાગરદાણ GMMFCની મંજુરી વિના જ મહારાષ્ટ્ર મોકવામાં આવ્યું હતું અને સાગરદાણ મોકલવાનું કારણ મહારાષ્ટ્રમાં દુકાળ હોવનું આગળ ધર્યું હતું.


વિપુલ ચૌધરી આ કલમો હેઠળ ગુનો


વિપુલ ચૌધરીને ઈન્ડિયન પીનલ કોડની કલમ 406 (ગુનાહિત વિશ્વાસઘાત), 420 (ઠગાઈ), 465 (ખોટો દસ્તાવેજ બનાવવા), 468 (ઠગાઈ કરવાના હેતુથી ખોટો દસ્તાવેજ બનાવવા), 471 (બનાવટી દસ્તાવેજ હોવા છતાં ખરા તરીકે ઉપયોગ કરવો), 120B (કાવતરું) અને 114 (મદદગારી) અંતર્ગત આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?