વિપુલ ચૌધરીની ACBએ કરી ધરપકડ, દૂધસાગર ડેરીમાં કરોડોની ઉચાપતની થઈ હતી ફરિયાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 12:03:15

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ACBની ધરપકડ કરી હતી. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ મહેસાણા ACBએ મોડી રાત્રે વિપુલ ચૌધરીની સાથે તેમના CA શૈલેષ પરીખની પણ ધરપકડ કરી હતી. વિપુલ ચૌધરી પર દૂધસાગર ડેરી સાથેની કેટલીક ખાનગી સંસ્થાઓના નામે ફંડ ટ્રાન્સફરનો આરોપ છે. વિપુલ ચૌધરીની ધરપકડથી રાજકારણ ગરમાયું છે.



વિપુલ ચૌધરી સામે આરોપ શું છે?


દુધ સાગર ડેરીમાં આર્થિક ગેરરીતિની ACBમાં ફરિયાદ થઈ હતી. આ ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી હતી. આ તપાસ બાદ રૂપિયા 300 કરોડ જેટલી ઉચાપત થઈ હોવાનું ખુલ્યું હતું. મોટી રકમનું કૌંભાડ બહાર આવ્યા બાદ વિપુલ ચૌધરીની સાથે તેમના CA શૈલેષ પરીખની પણ ધરપકડ કરીને તેમને   ACB ઓફિસ લઈ જવામાં આવ્યા છે. 



સરકાર સામે માથું ઉચક્યું એટલા માટે થઈ ધરપકડ?


વિપુલ ચૌધરી ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજમાં ખુબ મોટું નામ છે. ચૌધરી સમાજના અગ્રણી નેતા મનાતા વિપુલ ચૌધરી છેલ્લા ઘણા સમયથી વર્તમાન ભાજપ સરકારથી નારાજ છે. મહેસાણાની દૂધ સાગર ડેરી પરથી સત્તા ગુમાવ્યા વિપુલ ચૌધરીએ મહેસાણા, બનાસકાંઠા, પાટણ ખાતે સભાઓ યોજી હતી અને સરકારની નીતિઓની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. વિપુલ ચૌધરીએ આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવાની પણ તૈયારી દર્શાવી હતી. વિપુલ ચૌધરીએ અર્બુદા સેના બનાવી છેલ્લા કેટલાય સમયથી ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં શક્તિ પ્રદર્શન કરી રહ્યા હતા. ચૂંટણી દરમિયાન શાંત કરવા માટે પણ વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.







નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.