Hariyanaમાં ભડકેલી હિંસા યથાવત! પરિસ્થિતિ પર નિયંત્રણ લાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ! જાણો Hariyanaની લેટેસ્ટ અપડેટ વિશે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-03 14:19:12

હરિયાણામાં થોડા દિવસો પહેલા ભડકેલી હિંસા શાંત થવાની બદલીમાં સતત વધતી જઈ રહી છે. ભડકેલી હિંસાને ધ્યાનમાં રાખી ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો ઉપરાંત અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગુ કરવામાં આવી છે. હરિયાણામાં શાંતિ સ્થાપિત થાય તે માટે સુરક્ષાબળોની અનેક ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. ફ્લેગ માર્ચ પણ નીકાળવામાં આવે છે. આ બધા વચ્ચે અનેક જિલ્લાઓમાં લાગેલા ઈન્ટરનેટના પ્રતિબંધને હટાવવામાં આવી રહ્યો છે તેવી માહિતી હાલ સામે આવી રહી છે. 

સુરક્ષાબળોને હરિયાણાના જિલ્લાઓમાં કરાયા તૈનાત

એક તરફ મણિપુરમાં ભડકેલી હિંસા શાંત નથી થઈ, દેશના અનેક રાજ્યોમાં હિંસા ફાટી નીકળી છે. તંગ બનેલા વાતાવરણમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મણિપુરમાં ભડકેલી હિંસા કેવી રીતે કાબુમાં લાવવી તે અંગે કોઈ નિર્ણય અથવા તો કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી ત્યારે હરિયાણામાં હિંસા ફાટી નીકળી છે. હરિયાણાના નૂર સહિત અનેક જિલ્લાઓમાં ભડકેલી હિંસાને શાંત કરવા માટે સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવ્યા છે. 

સોશિયલ મીડિયામાં હિંસાના વીડિયો વાયરલ કરતા લોકો વિરૂદ્ધ કરી કાર્યવાહી 

પોલીસ દ્વારા પણ હિંસા કોણે ભડકાવી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. બે જૂથ વચ્ચે શરૂ થયેલી અથડામણને કારણે આ હિંસા ફાટી નીકળી હતી. સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો વાયરલ થઈ રહ્યા હતા જે હિંસાને વધારવાનું કામ કરે તેવા હતા. ત્યારે સોશિયલ મીડિયા પર આવા વીડિયો પોસ્ટ કરવાવાળા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી છે. આ મામલે અનેક લોકોની અટકાયત પણ કરી લેવામાં આવી છે.     

પોલીસ તમામ લોકોની સુરક્ષા ન કરી શકે - હરિયાણા મુખ્યમંત્રી 

હરિયાણામાં વધતી હિંસા વચ્ચે ત્યાંના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે હિંસામાં જે પણ નુકસાન થયું છે, તે તોફાની તત્વો પાસેથી વસૂલવામાં આવશે. દંગા કરનારાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ દોષિતને છોડવામાં નહીં આવે, દોષિતોની ઓળખ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 116ની ધરપકડ કરાઈ અને 190 લોકો કસ્ટડીમાં છે. નિવેદન આપતી વખતે તેમણે વિવાદીત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે દુનિયામાં ક્યાંય પણ જાઓ. તમામ વ્યક્તિની સુરક્ષા પોલીસ ન કરી શકે. રાજ્યની વસ્તી 2.7 કરોડ છે અને અમારી પાસે પોલીસ જવાન માત્ર 60 હજાર છે. આવી પરિસ્થિતિમાં પોલીસ તમામ લોકોની સુરક્ષા ન કરી શકે. 

હિંસામાં પોલીસ કર્મીઓને રહેતો હોય છે સૌથી વધારે જાનનો ખતરો 

મહત્વનું છે કે જ્યારે જ્યારે આવી હિંસાઓ ફાટી નિકળતી હોય છે ત્યારે સૌથી વધારે જો કોઈને નુકસાન થાય, કોઈને સૌથી વધારે મૃત્યુનો ખતરો હોય તો તે પોલીસ જવાન જ છે. ગમે તે પરિસ્થિતિમાં હોય પરંતુ તેઓ પોતાની ફરજમાંથી પીછેહઠ કરી શક્તા નથી. સુરક્ષાબળોના તેમજ અનેક પોલીસ જવાન આવી હિંસાની ઘટનામાં શહીદ થતાં હોય છે. મહત્વનું છે કે આ હિંસામાં સાત જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?