આસામ-મેઘાલય સરહદ પર ફાટી નિકળી હિંસા, ઈન્ટરનેટ સેવા પર મૂકાયો પ્રતિબંધ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-22 17:21:35

આસામ-મેઘાલયમાં હિંસા ફાટી નીકળી છે જેને કારણે અંદાજીત 6 લોકોના મોત થયા છે. આ હિંસા એટલા માટે ભડકી ઉઠી હતી કારણ કે પોલીસે આસામ-મેઘાલય સરહદે થતી લાકડાની ચોરીને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. ગેરકાયદેસર લાકડા ભરીને જતી ટ્રકને પોલીસે રોકી હતી જે બાદ હિંસા ફાટી નીકળી હતી. જેને કારણે 7 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.


હિંસામાં અનેક લોકોના થયા મોત

સરહદી વિસ્તારોમાં લાકડા તસ્કરી થતી હોય છે. ટ્રક ભરી ગેરકાયદેસર રીતે લાકડાને લઈ જવામાં આવતા હોય છે. ત્યારે આસામ-મેઘાલય બોર્ડર પર આસામ વન વિભાગે ગેરકાયદેસર રીતે લાકડાઓને લઈ જતી ટ્રકને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. બોર્ડર પર ટ્રક ઉભી ન રહી હતી અને ટ્રકને પૂર ઝડપે ડ્રાઈવરે ભગાવી હતી. તેને રોકવા પોલીસે ગોળીબાર કર્યો હતો. જેને કારણે ટ્રકનું ટાયર પંચર થયું હતું. અને પોલીસે ત્રણ લોકોની ઘરપકડ કરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો જેને કારણે હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે જેમાં એક ફોરેસ્ટ ગાર્ડનો પણ સમાવેશ થાય છે.


Image

આસામના મુખ્યમંત્રીએ ઘટના અંગે દુ:ખ કર્યું વ્યક્ત

એકાએક હિંસા ફાટી નિકળી હતી. હિંસાને વધુ ન વકરે તે માટે પ્રશાસને 7 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. ઘટનાની જાણ થતાં બીજી પોલીસ ફોર્સને તૈનાત કરી દેવામાં આવી હતી. પોલીસ આવતાની સાથે જ સ્થાનિકો હાથમાં હથિયાર લઈને ત્યાં આવી પહોંચ્યા હતા. હિંસામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઈ આસામના મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું.




અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.